GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

સુમોના ચક્રવર્તીના દોસ્તોએ અડધી રાત્રે સ્વિમિંગ પુલમાં તેને ધક્કો માર્યો, થઈ ગઈ આવી હાલત જુઓ VIDEO

કપિલ શર્મા શોમાં તેની ઓનસ્ક્રીન પત્નીની ભૂમિકા અદા કરનારી સુમોના ચક્રવર્તી સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે. તે અવારનવાર પોતાના ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. કપિલ શર્મા શોમાં પોતાના આગવા અંદાઝથી લોકોને મનોરંજન પૂરૂ પાડતી સુમોના ચક્રવર્તીએ પોતાનો એક જૂનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયો તેના 30મા જન્મદિવસનો છે. જેમાં તેના જ દોસ્તો તેને સ્વિમિંગ પુલમાં ધક્કો મારી દે છે. પુલમાં પડ્યા બાદ સુમોનાની હાલત જોવા જેવી થઈ ગઈ છે.

સુમોનાનો આ વીડિયો અત્યાર સુધીમાં ત્રણ લાખ લોકોએ નિહાળ્યો છે. આ વીડિયો ભલે જૂનો હોય પણ લોકો તેની ઉપર કમેન્ટ કરી રહ્યા છે. આ વીડિયો સાથે સુમોનાએ કેપ્શન લખી છે કે મને મારા 30મા જન્મદિવસે આ રીતે સ્વિમિંગ પુલમાં ધક્કો મારીને પાડી દેવામાં આવી હતી. 

વીડિયોમાં એમ જોવા મળે છે કે સુમોનાના દોસ્તો તેને ધક્કો મારીને સ્વિમિંગ પુલમાં ધકેલી દે છે અને પછી તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે. તાજેતરમાં જ 24મી જૂને સુમોનાનો 32મો જન્મદિવસ હતો. તેનો અર્થ એ થયો કે આ વીડિયો બે વર્ષ અગાઉનો હતો.

સુમોના હાલમાં ટીવી     અને ફિલ્મની જાણીતી એક્ટ્રેસ છે. તેણે માત્ર 11 વર્ષની વયે આમિર ખાન અને મનીષા કોઈરાલાની ફિલ્મ મનમાં એક્ટિંગ કરીને કરિયરનો પ્રારંભ કર્યો હતો. તેની ઓળખ તો ટીવી સિરિયલ બડે અચ્છે લગત હૈ થી થઈ હતી. તે કોમેડી નાઇટ વિથ કપિલ, કપિલ શર્મા શો-વન અને કપિલ શર્મા શો-2માં કપિલની પત્ની ભૂરીની ભૂમિકા અદા કરી રહી છે.

READ ALSO

Related posts

છેલ્લા પાંચ દાયકાથી બોલિવૂડ અને દર્શકોના દિલો ઉપર રાજ કરે છે શહેનશાહ, આ ફિલ્મોમાં જોવા મળશે અભિનય

Mansi Patel

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગાંધીનગર લોકસભામાં આવતા આ 5 ગામોને લીધા દત્તક

Nilesh Jethva

અમિતાભની ફિટનેશ છે જુવાનિયાઓને પણ શરમાવે તેવી, સીનીયર બચ્ચને દાયકા પહેલા જ ખોલ્યું હતું રહસ્ય

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!