GSTV
World

Cases
3126550
Active
2564838
Recoverd
369135
Death
INDIA

Cases
869995
Active
86984
Recoverd
5164
Death

Summer Tips: ગરમીઓમાં હાઈડ્રેટ રહેવા ભોજનમાં આ ફળો અને શાકભાજીનો કરો સમાવેશ

summer

એપ્રિલ મહીનાનો અંત નજીક છે અને ગરમી (Summer) એ પોતાનો પ્રકોપ દેખાડવાનું ચાલુ કરી દીધું છે. મોટા ભાગે ગરમીના કારણે લોકોમાં ડિહાઈડ્રેશનની સમસ્યા જોવા મળતી હોય છે. ગરમીની મોસમમાં શરીરને પાણીની વધુ જરૂર રહે છે અને તેની ઉણપના કારણે જ આ સમસ્યા સર્જાતી જોવા મળે છે. શરીરમાં યોગ્ય માત્રામાં પાણી ન રહેતા લોકો બીમાર પડે છે અને અનેક પ્રકારની દવાઓ ખાવાનો વારો આવે છે. પરંતુ નિયમિત ભોજનમાં કેટલાક ફળો અને શાકભાજીનો સમાવેશ કરવાથી આ સમસ્યાથી બચી શકાય છે.

ટેટી

ગરમીમાં ટેટી એ એક સસ્તું અને લોકપ્રિય ફળ છે. ગળી અને રસથી ભરપૂર એવી ટેટીમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં કેલેરી હોય છે. આ ઉપરાંત તેમાંથી અનેક પ્રકારના પોષક તત્વો પણ મળી રહે છે. ટેટીમાં 90 ટકા જેટલું પાણી હોય છે જે શરીરને હાઈડ્રેટ રાખવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

ફુલાવર

એક અહેવાલ પ્રમાણે ફુલાવરમાં 92 ટકા જેટલું પાણી હોય છે. વિટામિન સી અને વિટામિન કે સહિત વિવિધ પોષક તત્વોથી ભરપૂર ફુલાવર શરીરને હાઈડ્રેટ રાખવા ઉપરાંત કોલેસ્ટ્રોલ ઘટાડવામાં પણ મદદ કરે છે. તે સિવાય ફુલાવર કેન્સરનું જોખમ ઘટાડવા માટે પણ ઉપયોગી છે.

તરબૂચ

રસદાર અને મીઠું મધુરૂં તરબૂચ ઉનાળામાં લોકોને ખૂબ જ આકર્ષિત કરે છે. તરબૂચમાં આશરે 90 ટકા જેટલું પાણી હોય છે. સાથે જ તે લાઈકોપીનનું સૌથી સારૂં સ્ત્રોત ગણાય છે.

મૂળવાળા શાકભાજી

મૂળા, ગાજર, બીટ સહિતના મૂળવાળા શાકભાજીમાં 95 ટકા જેટલું પાણી રહેલું હોય છે. ગરમીમાં આવા શાકભાજીનું સેવન કરવાથી પેટમાં ઠંડક રહે છે અને શરીરને પાણીની તંગી નથી અનુભવાતી. આવા શાકભાજીને ડાયેટમાં સલાડ તરીકે પણ સ્થાન આપી શકાય છે.

ખીરા-કાકડી

મોટા ભાગના ભારતીય ઘરોમાં કાકડી સલાડ અને રાઈતા તરીકે ખાવામાં આવે છે. ગરમીમાં કાકડીનું સુપ આરોગ્યપ્રદ વિકલ્પ બની રહે છે. કાકડીમાં 90 ટકા જેટલું પાણી હોય છે અને ગરમીમાં તેનું સેવન કરવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે.

Read Also

Related posts

મલ્ટીપ્લેક્સ અને સિંગલ થિયેટરોના માલિકોની વિંનતી, આ તારીખ સુધીમાં ખોલવાની આપો મંજૂરી

Ankita Trada

ચોર સમજીને બે મિત્રો પર વિફરેલુ ટોળુ તુટી પડ્યુ: ઘાતક હથિયારથી હુમલો કરતાં એકનું મોત

Bansari

સુરતથી 446 ટ્રેન ઉપડી: 7 લાખ શ્રમિકોની વતન વાપસી, સૌથી વધુ ટ્રેનો આ રાજ્યની

Bansari
Do NOT follow this link or you will be banned from the site!