GSTV
Home » News » ઉનાળામાં સુંદર અને ટૅન ફ્રી પગ મેળવવા માટે ઘરે કરો આ ઉપાય, પાર્લર જવાની જરૂર જ નહી પડે

ઉનાળામાં સુંદર અને ટૅન ફ્રી પગ મેળવવા માટે ઘરે કરો આ ઉપાય, પાર્લર જવાની જરૂર જ નહી પડે

ઉનાળામાં સુરજની તેજ કિરણોને પગલે ચહેરો કાળો પડી જાય છે. ચહેરાની સાથે સાથે ગરદન અને હાથ ઉપર પણ ટૅનિંગ આવી જાય છે. વધુ પડતી તેજ કિરણોને લીધે ખીલ અને સ્કિન રેશૅસ જેવી સમસ્યા થઈ જાય છે. ત્યારે આ વસ્તુઓનું ધ્યાન તો આપણે રાખીએ જ છીએ પરંતુ પગને ભુલી જઈએ છીએ. ઉનાળામાં જો આપણે પગનું ધ્યાન નહી રાખીએ તો ઉનાળાનાં કુલ ફૂટવેર પહેરી નહી શકાય.

હાથ અને પગનું ધ્યાન રાખવા માટે અને તેનો રંગ જાળવવા અને જો તે કાળો પડી જાય તો તેને નિખારવા માટે આપણે મેનીક્યોર અને પેનીક્યોર કરાવીએ છીએ. પરંતુ દર મહિને તેની ઉપર પૈસા ખર્ચ કરવા સંભવ નથી. એટલેજ અમુક વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવે તો હાથ અને પગને સુંદર રાખી શકાય છે.

ઘરે બેઠા આવી રીતે પગને બનાવો સુંદર

સ્કિન એક્સપર્ટનું માનીએ તો, આપણા પગની સ્કિન દિવસભર ધૂળ અને માટીનો શિકાર થાય છે. જો ઓપન ફૂટવેર પહેરતા હોવ, તો રોજ પગના દેખભાળની કેર રાખવી પડે છે. તેના માટે પગની સ્કિનને એક્સ્ફોલિએટ કરતા રહેવું જોઈએ. એક્સ્ફોલિએટ કરવા માટે નેચરલ સ્ક્રબ અને જેલનો ઉપયોગ કરો.

પગની સ્કિનને એક્સ્ફોલિએટ કરો

બજારમાં ઘણા સસ્તા સ્ક્રબ મળે છે. બની શકે તો પગની સ્કિન માટે વૉલનટ એટલેકે અખરોટનું સ્ક્રબ લેવું જોઈએ. આ તેજીથી ટેનિંગ અને ડેડ સ્કિન નીકાળે છે. તમે ઈચ્છો તો ઘરે પણ સ્ક્રબ બનાવી શકો છો. તેના માટે બસ ચોખાને મિક્સચરમાં અધકચરા ક્રશ કરવાના છે. તેમાં સંતરાની છાલનો પાઉડર મિક્સ કરો અને ગુલાબ જળ મેળવીને સ્ક્રબ કરવું.

પગના નખની આવી રીતે રાખો સંભાળ

જેટલીવાર પગની સ્કિનને એક્સ્ફોલિએટ કરો, તેટલીવાર પગના નખને ફાઈલ કરવાનું ન ભૂલો. પેડિક્યોર ટુલ કિટની મદદથી પગના નખમાં ફસાયેલાં મેલને સાફ કરો. ક્યૂટિકલ્સ ઉપર કામ કરો. લાંબા સમય સુધી એક જ નેલ પેઈન્ટને લગાવેલું ન રાખો. ડાર્ક કલરના નેલ પેઈન્ટને અવોઈડ કરવા જોઈએ.

ઉનાળામાં સુંદર પગ મેળવવા માટે 5 કામ કરો

  • સ્વચ્છ મોજા પહેરો, ધ્યાન રાખો કે તમારા જૂતા અંદરથી સાફ હોય, સાંજે જૂતા કાઢ્યા બાદ પગને સરખી રીતે ધોવા જોઈએ
  • પગ ધોયા બાદ તમારા પગના ક્યૂટિકલ્સને મોઈશ્ચરાઈઝ કરો, તેનાથી પગની સ્કિન ફાટવાથી બચી જશે.
  • તડકાના તેજ કિરણોથી થતાં ટેનિંગથી બચવા માટે પગ ઉપર પણ સવાર-સાંજ સનસ્ક્રીન લોશન લગાવવું
  • સપ્તાહમાં ઓછામાં ઓછું બે વાર સામાન્ય ગરમ પાણીમાં શેમ્પૂ અને મીઠું નાખીને તેમાં પગ રાખવા. ઈચ્છો તો તેમાં એસેંશિયલ ઓઈલ પણ નાખી શકો છો.
  • પગની સ્કિનને એક્સ્ફોલિએટ જરૂર કરો. સ્ક્રબ કરો અને સંભવ હોય તો પગ ઉપર પણ ત્વચા નિખારવાના પૅકનો ઉપયોગ કરો.

READ ALSO

Related posts

માસિક ધર્મ દરમિયાન વધુ રક્તસ્ત્રાવ થાય છે, તો કરો લીલા ધાણાનું સેવન થશે અનેક લાભ

Dharika Jansari

સોનભદ્ર જવા માટે અડગ પ્રિયંકા ગાંધી, પાણી અને વિજળી વગર આખી રાત ધરણા પર બેઠા

Arohi

પાર્ટનરને કરશો તસતસતુ ચુંબન તો થશે આટલા મોટા ફાયદા

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!