GSTV
Home » News » ઈન્ડિગોએ શરૂ કરી ધમાકેદાર ઓફર, માત્ર 999 રૂપિયાથી ટિકિટના ભાવ

ઈન્ડિગોએ શરૂ કરી ધમાકેદાર ઓફર, માત્ર 999 રૂપિયાથી ટિકિટના ભાવ

ગરમીની રજાઓમાં બધાં ફરવા જતા હોય છે. જેના માટે ઈન્ડિગોએ યાત્રીઓ માટે એક ખાસ ઓફર ચાલું કરી છે, જેના અંતર્ગત દેશ-વિદેશનાં ઘણાં શહેરોને જોડતી ફ્લાઇટ્સની ટિકિટ સસ્તી કરવામાં આવી છે. કંપની યાત્રીઓને સસ્તામાં વેકેશન પર જવાની તક આપી રહી છે.

જેન અંતર્ગત 10 લાખ સીટ માટેનું ભાડું ઘટાડી નાખવામાં આવ્યું છે. સસ્તી ટિકિટની સાથે યાત્રીઓને કેશબેક પણ મળશે. ડોમેસ્ટિક ફ્લાઇટ્સનું ભાડુ 999 રૂપિયાથી જ્યારે આંતરરાષ્ટ્રિય ફ્લાઇટનું ભાડું 3499 રૂપિયાથી શરૂ થઈ રહ્યું છે.

આજથી શરૂ થયો સેલ
ઈન્ડિયોના આ ખાસ સેલનો લાભ ઉઠાવવા 11 જૂનથી 14 જૂન વચ્ચે ટિકિટ બૂક કરાવવાની રહેશે અને તમે 26 જૂનથી 28 સપ્ટેમ્બર સુધી સફર કરી સકશો.

આ યાત્રીઓને મળશે કેશબેક
ઇન્ડસફંડ બેન્કના ડેબિટ કે ક્રેડિટ કાર્ડથી ટિકિટ ખરીદવાથી 20 % કેશબેક મળશે. આઈસીઆઈસીઆઈ બેન્કના ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડથી ટિકિટ ખરીદવતહી 5 % કેશબેક મળશે.

દિલ્હીથી અમદાવાદની ટિકિટ 1799 રૂપિયામાં મળી જશે જ્યારે મુંબઈથી અમદાવાદની ટિકિટ 1299 રૂપિયામાં મળશે. વધુ માહિતી કંપનીની વેબસાઇટ પર મળી રહેશે.

Related posts

ડુબતા માણસને બચાવવા ભાગ્યો હાથી અને પાણીમાં કુદી ગયો, વીડિયો થયો વાયરલ

Kaushik Bavishi

પાકિસ્તાનથી પાંચ મહિનાના બાળકનું કર્યું કિડનેપ, બેગમાં આવી રીતે રાખીને પહોંચ્યું દુબઈ

GSTV Desk

અમદાવાદના અનેક સીસીટીવી કેમેરા શોભાના ગાઠીયા જેવા, તંત્રના આંખ આડા કાન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!