GSTV
Gujarat Government Advertisement

ગરમીના પ્રકોપના કારણે આજે રાજ્યમાં રેડ એલર્ટ, ગરમીના કારણે લોકો બેહાલ

Last Updated on June 10, 2019 by

ઉત્તર ભારતમાં ભંયકર ગરમીના કારણે હવામાન વિભાગે આજે અનેક રાજ્યમાં રેડ એલર્ટ આપ્યુ છે. દિલ્હીમાં સતત ગરમીના કારણે રવિવારે 43.8 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યુ.. ગરમીના કારણે લોકો બેહાલ છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દિલ્હીમાં બે દિવસ સુધી ગરમીનું પ્રમાણ વધી શકે છે.

રાજધાની દિલ્હી બાદ રાજસ્થાનના ચુરૂ અને કોટામાં પણ 48 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યુ છે. રાજસ્થાનમાં ગરમી સાથે લૂનું પ્રમાણ પણ વધ્યુ છે. તો વળી પંજાબમાં પણ ગરમીનું પ્રમાણ વધ્યુ છે. અમૃતસર અને લુધિયાણામાં 44 ડિગ્રી જ્યારે પટિયાલામાં 44.4 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યુ છે. પંજાબ બાદ ઉત્તર પ્રદેશમાં પણ લોકો ગરમીથી ત્રસ્ત છે.

રાજધાની લખનઉમાં 43.1 ડિગ્રી,,, અલ્હાબાદમાં 47.7 ડિગ્રી, કાનપુરમાં 45.1 ડિગ્રી અને વારાણસીમાં 45 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યુ છે. જમ્મુ કાશ્મીરમાં પણ તાપમાનમાં વધારો થયો છે. જેથી અનેક લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે.

Gujarat Government Advertisement

Related posts

ચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર

Dhruv Brahmbhatt

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!