GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

સમર બ્યૂટી ટિપ્સ : આ સ્પેશિયલ ફેસમાસ્કથી ચમકાવો ચહેરો, જાણો તેના ફાયદા


તરબૂચ એવું ફળ છે જે અનેક ગુણ ધરાવે છે. તરબૂચ ખાવાથી અનેક પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે. ઉનાળામાં જો પાણી ઓછું પીવાતું હોય તો તેની ખામીને તરબૂચ દૂર કરી શકે છે. તરબૂચ ખાવાથી શરીરમાં પાણીની ઊણપ રહેતી નથી.

આ ફળ ત્વચાને તરોતાજા બનાવી અને સુંદર રાખે છે. તરબૂચ ખાવાથી તો લાભ થાય જ છે પરંતુ તરબૂચનું ફેસપેક ચહેરા પર લગાવવાથી પણ અનેક લાભ થાય છે. આ લાભ વિશે આજ સુધી તમે સાંભળ્યું હશે નહીં.

તૈલીય ત્વચા માટે

તરબૂચમાં જે વિટામિન એ હોય છે તે ત્વચાના રોમછિદ્રોને ઘટાડે છે અને તેનાથી તૈલીય ત્વચાની સમસ્યા દૂર થઈ જાય છે. તૈલીય ત્વચાથી મુક્તિ મેળવવા માટે તરબૂચના પલ્પને 20 મિનિટ સુધી ચહેરા પર લગાવી પછી ચહેરો ઠંડા પાણીથી સાફ કરી લેવો.

બેદાગ ત્વચા માટે

ત્વચાના દાગ અને ધબ્બા દૂર કરવા માટે તરબૂચની એક સ્લાઈસ લેવી અને તેમાં દહીં ઉમેરી સારી રીતે તેને મિક્સ કરી અને પેસ્ટ બનાવો. આ પેસ્ટને 15 મિનિટ માટે ચહેરા પર લગાવો. 15 મિનિટ પછી ચહેરો હુંફાળા પાણીથી સાફ કરી લો. 

નેચરલ ટોનર

તરબૂચ ત્વચા માટે નેચરલ ટોનરનું કામ કરે છે. તેમાં એસીડિક ગુણ હોય છે જે ત્વચાને પ્રાકૃતિક રૂપથી ટોન કરે છે. 

ખીલનો કરે છે સફાયો

તરબૂચનું જ્યૂસ રોજ ચહેરા પર લગાવવાથી ખીલની સમસ્યા દૂર થાય છે. 

તરબૂચનો ફેસપેક

એક મોટો ચમચો તરબૂચનો જ્યૂસ અને એક ચમચી એવોકાડો લેવું. તેને ચહેરા અને ગરદન પર લગાવો. 15 મિનિટ પછી ચહેરાને ઠંડા પાણથી સાફ કરી લો.

Read Also

Related posts

અનલોક પાર્ટ-2 શરૂ થતા જ દારૂની ખેપ વધી, રાજસ્થાનથી ઓટો રિક્ષામાં દારૂ લાવતા બે વ્યક્તિની ધરપકડ

Nilesh Jethva

લોકડાઉનને કારણે અમદાવાદમાં કિચન ગાર્ડનના શોખીનોની સંખ્યામાં વધારો

Nilesh Jethva

લેસ્બિયન સંબંધને પરિવારે ના સ્વીકાર્યો, તરુણીને પામવા યુવતીએ ભર્યું આવુ પગલું

Bansari
Do NOT follow this link or you will be banned from the site!