GSTV

ભાજપે અડવાણી અને મુરલી મનોહર સાથે જે કર્યું એ પછી આ નેતાએ સામેથી ચૂંટણી લડવાની ના પાડી દીધી

ભાજપમાંથી આઠ વખત સાંસદ રહી ચુકેલા સુમિત્રા મહાજને ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો. તેમણે પાર્ટીને પત્ર લખી આ અંગે માહિતી આપી છે. ભાજપે મધ્ય પ્રદેશની ઈન્દોર બેઠક પરથી અત્યાર સુધીમાં કોઈપણ ઉમેદવારના નામની જાહેરાત કરી નથી. જેથી સુમિત્રા મહાજન નારાજ છે. પત્રમાં તેમણે જણાવ્યુ કે, અત્યાર સુધી પાર્ટી દ્વારા કોઈપણ ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી નથી. પાર્ટીને કોઈપણ પ્રકારનો સંકોચ હોય તો હુ તમામ પ્રકારના નિર્ણય પાર્ટી પર છોડી રહી છુ.. જેથી હું ચૂંટણી નથી લડવાની. આમ કરવાથી પાર્ટીને કોઈપણ પ્રકારનો સંકોચ નહી રહે. મત્વપૂર્ણ છે કે, સુમિત્રા મહાજન આઠ વખત ઈન્દોર બેઠક પરથી ચૂટાતા આવે છે. પાર્ટી આ વખતે કોઈ મહિલા ઉમેદવારને આ બેઠક પરથી ટિકિટ આપી શકે છે. સુમિત્રા મહાજન પહેલા પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પણ ટિકિટ ન મળવાના કારણે સવાલ ઉઠાવી ચુક્યા છે. ભાજપે આ વખતે 75 પ્લસ ઉમર ધરાવતા નેતાઓની ટિકિટ કાપી છે.

ઉલ્લેખીય છે કે થોડા સમય પહેલા ભાજપે ગાંધીનગરથી ભાજપની પાર્ટીના સહસ્થાપક અને વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીની ટિકિટ કાપી તેમની પરંપરાગત ગાંધીનગર બેઠક પરથી અમિત શાહને મેદાને ઉતાર્યા હતા. જેથી કોંગ્રેસને પણ ભાજપની અંદર આગ લગાવવાનો મોકો મળી ગયો હતો. જે પછી આજે અડવાણીએ 6 એપ્રિલના રોજ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ પહેલા બ્લોગ લખી પોતાના મનની વાત વહેતી મુકી હતી. આ વાતથી અત્યારે કોંગ્રેસના તમામ નેતાઓ ભાજપ પર નિશાનો સાધી રહ્યા છે.

તો આજ રીતે એક સમયે લાલ કૃષ્ણ અડવાણીની સાથે જ રહેલા નેતા મુરલી મનોહર જોશીને પણ ભાજપે સાઈડલાઈન કરી દીધા હતા. પરિણામે હવે એવો સમય આવ્યો છે કે અડવાણી યુગના તમામ નેતાઓનો ભાજપના હાલના નેતાઓએ સૂર્યાસ્ત કરી દીધો છે. હવે એ લિસ્ટમાં લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજન છેલ્લા હતા. તેઓ સમજી ગયા હોવા જોઈએ કે ભાજપ સામેથી વિકેટ પાડે એ પહેલા આઉટ થઈ જવું. જો કે આ વખતે મોટા ભાગની મહિલાઓ બેકગ્રાઊન્ડમાં રહીને કામ કરવાની છે.

મમતા બેનર્જી ચૂંટણી નથી લડવાના પરંતુ ચૂંટણીમાં તેઓ પરોક્ષ રીતે હાજરી આપી ભાજપ પર ચાબખા મારવામાં કંઈ બાકી નથી રાખી રહ્યા. વડાપ્રધાનના વિસ્તાર સહિત ઉત્તર પ્રદેશના ગઢને જીતી રાહુલ ગાંધી માટે વડાપ્રધાન માર્ગને ચોખ્ખો કરવા મેદાને ઉતરેલા પ્રિયંકા ગાંધી પણ ચૂંટણી લડ્યા વિના પાર્ટીને લાભ અપાવી રહ્યા છે. તો માયાવતીએ પોતાની પાર્ટીને આગળ કરી દીધી છે, પણ પોતે ચૂંટણી નથી લડવાના. ભાજપના નેતા સુષ્મા સ્વરાજ પણ યુવા નેતૃત્વને આગળ લાવવા ચૂંટણી નથી લડવાના, પણ પાર્ટી માટે તેઓ કાર્ય કરવાના છે. તેથી આ વખતે મહિલાઓનું બેકગ્રાઉન્ડ આર્ટિસ્ટ તરીકેનું કામ રહેેશે. જેથી ભાજપના વધુ એક નેતાની રાજકીય કારકિર્દી પૂર્ણ થઈ છે. માની શકાય કે આગામી સમયમાં સુમિત્રા મહાજનને ભાજપ કોઈ રાજ્યના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરે કારણ કે તેઓ પોતાના સૌમ્ય મિજાજ અને સ્પષ્ટ છબીના કારણે લોકોમાં અને વિરોધીઓમાં પણ માનીતા છે.

READ ALSO

Related posts

એસ.જયશંકરે વિદેશ પ્રધાનનો કાર્યભાર સંભાળતા જણાવી આ મહત્તવની વાતો

Kaushik Bavishi

લોકસભાની ચૂંટણીમાં ભાજપનો જંગી વિજય બાદ વિપક્ષમાં સામે આવ્યો મતભેદ, રાજીનામાનો ટ્રેન્ડ ચાલુ

Kaushik Bavishi

મેનકા અપાવશે જેઠાણી સોનિયા ગાંધીને શપથ? બની શકે છે પ્રોટેમ સ્પીકર

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!