GSTV

ટ્રેનમાં મસાજ: ભાજપનાં વરિષ્ઠ નેતા લાલચોળ, રેલવેમંત્રીને તીખા સવાલો પુછ્યા

રતલામ ડિવીઝનનાં ઇન્દૌર સ્ટેશનથી ચાલતી 39 ટ્રેનમાં મુસાફરો માટે માથું-પગનાં ભાગે મસાજ કરવાની સુવિધા શરૂ થાય તે પહેલા વિવાદમાં સપડાય છે. પહેલા તો ઇન્દૌરનાં ભાજપ સાંસદે જ આ સેવાનો વિરોધ કર્યો છે. ત્યારે આ વિવાદમાં ભાજપનાં જ એક વયોવૃદ્ધ નેતાએ ઝંપલાવ્યું છે. લોકસભાનાં પૂર્વ સ્પીકર અને ઇન્દૌરનાં પૂર્વ ભાજપી સાંસદ સુમિત્રા મહાજને વાંધો ઉઠાવ્યો છે. આ મામલે સુમિત્રા મહાજને કેન્દ્રિય રેલવે પ્રધાન પીયુષ ગોયેલને એક પત્ર લખ્યો છે. જેમાં તેમણે સવાલ કર્યો છે કે, શું હકિકતે રતલામ રેલ મંડલ ટ્રેનમાં હેડ-ફૂટ મસાજની સુવિધા શરૂ કરવા માગે છે?


તાઇનાં નામથી પ્રખ્યાત સુમિત્રા મહાજને કહ્યું કે, શું આ નીતિગત નિર્ણયને રેલ મત્રાલયે સ્વીકૃતિ આપી છે. આ મસાજ યોજનાથી મહિલાઓની સુરક્ષા સંબિધત અનેક સવાલો ઉભા થશે. શું પ્લેટફોર્મ પર પણ હેડ-ફૂટ મસાદ પાર્લર ખોલવાનો વિચાર છે.

આંદોલનની ચીમકી

ઉલ્લેખનિય છે કે સુમિત્રા તાઇ પહેજ ઇન્દૌરનાં વર્તમાન સાંસદ શંકર લાલવાણીએ પણ મસાજ સુવિધાનો વિરોધ કર્યો હતો. જો કે આ મામલે રેલવે સલાહકાર સમિતીનાં સભ્યોએ ચીમકી ઉચ્ચારી છે, કે જો તંત્ર આ નિર્ણય પરત નહિં ખેંચે તો અમે આંદોલન કરીશું.

READ ALSO

Related posts

તેલુગૂ ટીવી એક્ટ્રેસનું થયુ રહસ્યમય રીતે મોત, જાણો શું હતો મામલો

Pravin Makwana

જો લોકડાઉનનું સારી રીતે પાલન કરીશુ તો 400 જિલ્લાને બચાવીશું, જ્યાં હજૂ પણ એકેય કેસ નથી

Pravin Makwana

કોરોનાએ પાણી ફેરવી દીધુ, ભારતમાં GDPનું અનુમાન લગાવવું મુશ્કેલ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!