સુમિત્રા એક એવી મહિલા જેણે હિમ્મત ન હારી અને આખરે દિકરીને ડોક્ટર બનાવી, કહાણી વાંચીને ગર્વ થશે

આજે અમે તમને એક એવી માતાની કહાણી જણાવવા જઈ રહ્યા છીએ જેમણે શાકની લારી, ઘરોમાં કચરા- પોતું અને સ્ટેન્ડ પર પાણી વેચીને પોતતાની દિકરીને ડોક્ટર બનાવી છે. આ મહિલાનું નામ છે સુમિત્રા.

સુમિત્રા હમીરપુર જિલ્લામાં મૌદહામાં રહે છે. તેના પાંચ બાળકો છે, 2 દિકરા અને 3 દિકરીઓ. સૌથી મોટી દિકરીનું નામ અનીતા છે.

લગભગ 14 વર્ષ પહેલા તેમના પતિનું મૃત્યુ બિમારીના કારણે થયું હતું એવામાં આખા પરિવારની જવાબદારી સુમિત્રા પર આવી ગઈ હતી. સુમિત્રાએ જણાવ્યું કે હું વધારે ભણેલી નથી. પરંતુ ગરીબી બાળકોના ભણતરની વચ્ચે ન આવી જોઈએ.

તેમણે જણાવ્યું કે તેમની સૌથી મોટી દિકરી અનીતા અભ્યાસમાં ખૂબ હોશિયાર છે અને ડોક્ટર બનવા માંગતી હતી. હું જાણતી હતી કે ડોક્ટર એન્જીન્યર મોટા ઘરા બાળકો બને છે ગરીબ પરિવારના નહીં. પરંતુ એમ પણ જાણતી હતી કે દુનિયામાં કોઈ કામ અસંભવ નથી અને એક માતા હોવાના કારણે મારું કર્તવ્ય બને છે કે પોતાના બાળકોનું દરેક સપનું પુરુ કરે અને તેમણે જણાવ્યું કે મેં મારી દિકરીનું ડોક્ટર બનવાનું સપનું પૂર્ણ કર્યું.

દિકરીને ડોક્ટર બનાવવા માટે સુમિત્રાએ માતાની દરેક જવાબાદારી પુરી કરી. તેમણે ઘરોમાં કામ કર્યું સ્ટેશન પર પાણી વેચ્યું તેનાથી પૈસા પૂરા ન હતા થતા તો તેમણે શાકની દુકાન પણ શરૂ કરી.

અનીતાને ભણાવવા માટે તેના ભાઈએ પણ શાકની લારી કરી. આખરે સુમિત્રાએ દિકરી માટે કરેલી મહેનત સફળ થઈ અને વર્ષ 2013માં કાનપુરમાં એક વર્ષની તૈયારી બાદ સીપીએમટીમાં અનીતાનું સિલેક્શન થઈ ગયું. તેને મેડિકલ કોલેજમાં એડમિશન મળી ગયું. તમને જણાવી દઈએ કે અનીતાના એમબીબીએસના અભ્યાસનું પાંચમું વર્ષ ચાલી રહ્યું છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter