GSTV

ટેનિસ રેંકિંગમાં સુમિત નાગલ ત્રણ સ્થાન અને રોહન બોપન્ના એક સ્થાન નીચે આવ્યા

ભારતના મોખરાના ટેનિસ ખેલાડી સુમિત નાગલ અને રોહન બોપન્ના એટીપીના તાજા ક્રમાકમાં અનુક્રમે એક અને ત્રણ ક્રમ નીચે ઉતરી ગયા છે. યુએસ ઓપન ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટુર્નામેન્ટ પૂર્ણ થયા બાદ એટીપી દ્વારા તાજા ક્રમાંક જારી કરાયા હતા.

યુએસ ઓપનના મેઇન ડ્રોમાં સ્થાન હાંસલ કરનારા સુમિત નાગલનો બીજા રાઉન્ડમાં ડોમનિક થિયેમ સામે પરાજય થયો હતો. જોકે થિયેમ અંતે ટાઇટલ જીતી ગયો હતો. સુમિત નાગલને ત્રણ ક્રમનું નુકસાન થયું છે અને હવે તે 127મા  ક્રમેથી 130મા ક્રમે આવી ગયો છે. આ જ રીતે રોહન બોપન્ના ડબલ્સના ક્રમાંકમાં હવે 38મા સ્થાને આવી ગયો છે. તે યુએસ ઓપન ડબલ્સની ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચ્યો હતો.

પહેલા જ રાઉન્ડમાં હારી જનારો દિવિજ શરણ જોકે આગળ આવી ગયો છે. તે અગાઉ 58મા ક્રમે હતો પરંતુ હવે 56મા સ્થાને આવી ગયો છે.સિંગલ્સમાં પ્રજનેશ ગુણેશ્વરન પાંચ સ્થાનના નુકસાન સાથે 141મા ક્રમે આવી ગયો છે તો રામકુમાર રામનાથન સાત ક્રમના નુકસાન સાથે 197મા ક્રમે પહોંચી ગયો છે.

READ ALSO

Related posts

સિંહોને પહેરાવવામાં આવેલા રેડિયો કોલર કાઢવાની કામગીરી શરૂ, સાંસદ શક્તિસિંહ ગોહિલે લગાવ્યો હતો આ આરોપ

Nilesh Jethva

મોદી સરકારનો કૃષિ ખરડો અને ખટ્ટર સરકાર પર વધ્યો ખતરો, ચૌટાલા ખસ્યા તો સરકાર ગબડશે

Karan

અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં NSUIએ લગાવ્યો પેપર લીક થવાનો આક્ષેપ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!