GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

ઇન્શ્યોરન્સ ખરીદતાં પહેલાં જાણી લો ‘સમ અશ્યોર્ડ’ અને ‘સમ ઇન્શ્યોર્ડ’નો અર્થ, ભવિષ્યમાં નહીં આવે કોઇ સમસ્યા

સમ

ઇન્શ્યોરન્સ એટલે કે વીમાના મામલે તમે મોટાભાગે બે ટર્મ ‘સમ અશ્યોર્ડ’ અને ‘સમ ઇંશ્યોર્ડ’ સાંભળ્યાં હશે. આ બંને ટર્મ સાંભળવામાં ભળે એક જેવી લાગતી હોય પરંતુ સૈદ્ધાંતિક રૂપે બંનેના અર્થમાં ઘણો ફેર છે. સમ અશ્યોર્ડ (વીમિત રકમ) તમને થનારા લાભ વિશે જણાવે છે, સાથે જ સમ ઇંશ્યોર્ડ (વીમાકૃત રકમ) વીમાકૃત નુકસાનની ક્ષતિપૂર્તિ સાથે સંબંધિત છે. ઇન્શ્યોરન્સ લેનાર દરેક શખ્સને આ ટર્મ્સના અર્થની સ્પષ્ટ જાણકારી હોવી જોઇએ જેથી આગળ જઇને કોઇ કન્ફ્યૂઝન ન રહે.

સમ અશ્યોર્ડ

સમ અશ્યોર્ડ, ઇન્શ્યોરન્સ લેનાર અને આપનાર વચ્ચે પહેલાંથી જ નિશ્વિત લાભ છે. આ રકમ પોલીસી લેતાં સમયે જ નક્કી થઇ જાય છે. તેની પોલીસી લેતાં પહેલા નક્કી કરવામાં આવેલી રકમમાં જ મળવાની પૂરી ગેરેન્ટી હોય છે. તે સામાન્ય રીતે લાઇફ ઇન્શ્યોરન્સ એટલે કે જીવન વીમા સાથે સંબંધિત છે. જીવન વીમા પોલીસીમાં વીમાકર્તા, પોલીસી ટર્મ દરમિયાન વીમો લેનાર વ્યક્તિના મૃત્યુની સ્થિતિમાં નોમિનીને પૂર્વ નિર્ધારિત રકમ ચુકવવાનું વચન આપે છે. તેને જ સમ અશ્યોર્ડ કહેવામાં આવે છે. મેચ્યોરિટી બેનિફિટ વાળી લાઇફ ઇન્શ્યોરન્સ પોલીસીમાં પોલીસીનો સમયગાળો પૂરો થવા પર બોનસ સાથે સમ અશ્યોર્ડ પોલીસીધારકને પરત આપવામાં આવે છે.  

સમ ઇન્શ્યોર્ડ

સમ ઇન્શ્યોર્ડ ક્ષતિપૂર્તિના સિદ્ધાંત પર આધારિત છે. ક્ષતિપૂર્તિ અથવા નુકસાનથી અભિપ્રાય ઇન્શ્યોરન્સ લેનારના બિમાર થવા અથવા તો તેની કોઇ સંપત્તિ જેવી કે વ્હીકલ, પ્રોપર્ટી, મોંઘો સામાન વગેરેને નુકસાન કે ચોરીની સ્થિતિમાં તે રકમ ચુકવવાની છે. બિન-જીવન વીમા પોલીસી જેવી કે હેલ્થ, મોટર વગેરે વીમા પોલીસી ક્ષતિપૂર્તિના આધારે કામ કરે છે અને તેમાં ઇંશ્યોરન્સ લેનારને થયેલા નુકસાનને કવર કરવામાં આવે છે. તેને જ સમ ઇન્શ્યોર્ડ કહે છે. ઉદાહરણ તરીકે એક સ્વાસ્થ્ય વીમા પોલીસીમાં કોઇને એક લાખ રૂપિયાનું સમ ઇંશ્યોર્ડ કરવામાં આવ્યુ છે. એટલે કે જો ઇન્શ્યોરન્સ લેનાર વ્યક્તિ બિમાર થઇને હોસ્પિટલમાં દાખલ થાય તો તેનો 1 લાખ રૂપિયા સુધીનો ખર્ચ ઇન્શ્યોરન્સ કંપની ઉઠાવશે. સમ ઇન્શ્યોર્ડ મોનિટરી બેનિફિટ નથી, તે ઇન્શ્યોરન્સ લેનારને ખર્ચનું વળતર છે. ખર્ચ સમ ઇન્શ્યોર્ડથી વધુ હોવા પર બાકીનો ખર્ચ ઇન્શ્યોરન્સ લેનારે ભોગવવાનો હોય છે.

આ પોલીસીમાં મળશે બંને લાભ

સમ અશ્યોર્ડ અને સમ ઇંશ્યોર્ડ બંને મામલામાં એક વાત સમાન છે અને તે એ કે સમ અશ્યોર્ડ અને સમ ઇંશ્યોર્ડ જેટલુ વધુ હશે, ઇંશ્યોરન્સનું પ્રીમિયમ એટલુ જ વધુ હશે. ઘણી એવી ઇન્શ્યોરન્સ પોલીસી પણ છે જે સમ અશ્યોર્ડ અને સમ ઇંશ્યોર્ડ બંને પ્રકારના લાભ પ્રદાન કરે છે. ઉદાહરણ તરીકે કેટલીક કેટલીક ઇન્શ્યોરન્સ કંપનીઓએ એવી પોલીસી આપવાનું શરૂ કરી દીધું છે, જે મેડિકલ ખર્ચ તો કવર કરે છે સાથે જ પ્રીડિફાઇંડ બેનિફિટ પણ આપે છે. આ બેનિફિટ પોલીસીમાં પહેલાંથી જ ઉલ્લેખિત મેડિકલ ઇવેન્ટ ઘટે તો મળે છે. આ પ્રકારના ડ્યુએટ બેનિફિટ પ્લાનની રજૂઆત લાઇફ ઇન્શ્યોરન્સ અને નૉન લાઇફ ઇન્શ્યોરન્સ બંને પ્રકારની કંપનીઓ કરે છે.

Read Also

Related posts

સુરત અને તાપી જિલ્લામાં મુશળધાર વરસાદથી જળબંબાકાર, વાલોડ-માંગરોળમાં 5 ઇંચ

Bansari

માઇક્રોસોફ્ટ વર્ડમાં પેરેગ્રાફને ઉપર-નીચે કરવા હોય કે જુદા-જુદા પેરેગ્રાફના ક્રમ બદલવા હોય તો આ સહેલું બની શકે છે, આ રીતે

pratik shah

તમે આટલી સરળતાથી બની શકો છો સાયબર મની ફ્રોડનો શિકાર, જાણો ઠગો અજમાવે છે કેવી ટ્રિક્સ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!