GSTV

સુલતાન અહેમદ પરિવારની સિનેમાની યાત્રાના 50 વર્ષ પૂર્ણ, બોલિવૂડ હસ્તીઓએ આપી શુભેચ્છા

સુલતાન

અમિતાભ બચ્ચન, ફરીદા જલાલ, સંગીતકાર આણંદજી, પ્રેમ ચોપરા, સમીર અંજાન, હિના કૌસર અને બોલિવૂડની અનેક હસ્તીઓએ 50 વર્ષ પૂર્ણ થવા બદલ સુલતાન અહેમદ પરિવારને અભિનંદન પાઠવ્યા હતા અને તેમના આગામી પ્રોજેક્ટ ‘સાહિબઝાદી અનારકલી’ની શુભેચ્છા પાઠવી હતી.

સુલતાન

આગામી મોટા પ્રોજેક્ટની જાહેરાત

સુલતાન અહેમદે અમને ‘ગંગા કી સૌગંધ’, ‘હીરા’, ‘દાતા’, ‘જય વિક્રાંત’ જેવી ઘણી હિટ ફિલ્મો આપી છે. હવે તેમની સિનેમાની યાત્રાના 50 વર્ષ પૂરા થઈ ગયા છે. તેણે પોતાના આગામી મોટા પ્રોજેક્ટ ‘સાહિબઝાદી અનારકલી’ની પણ જાહેરાત કરી છે.

અમિતાભ બચ્ચને શુભેચ્છા પાઠવી

આ પ્રસંગે મહાન અભિનેતા અમિતાભ બચ્ચને પોતાની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું, ‘હું આ સુવર્ણ જયંતિ નિમિત્તે મારા આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવું છું અને અલી અબ્બાસ સુલતાન અહેમદ અને અલી અકબર સુલ્તાન અહેમદને મારી શુભેચ્છાઓ.

ફરીદા જલાલને માનતા હતા નાની બહેન

આ પ્રસંગે ફરીદા જલાલે કહ્યું કે, ‘હું તેની પહેલી ફિલ્મ ‘હીરા’માં હતી. મને યાદ છે કે નરગિસજીએ આ ફિલ્મ માટે તાળીઓ પાડી હતી, કારણ કે તેમાં સુનીલ દત્તજીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. આખી ટીમ સાથે કામ કરવાનો મારો અનુભવ ઘણો સારો રહ્યો હતો. હું તેમને સુલતાન ભાઈ કહેતી હતી કારણ કે તે મને તેમની નાની બહેન માનતા હતા. તે ખૂબ ઉદાર વ્યક્તિ હતા.

સંગીતકાર આણંદજીએ 5૦ વર્ષ પૂરા થવા બદલ અભિનંદન આપતાં કહ્યું હતું કે, ‘અમે, કલ્યાણજી, આણંદજી 50 વર્ષની મુસાફરીનો ભાગ રહ્યા બદલ પોતાને ભાગ્યશાળી માનીએ છીએ. સુલતાનજી અને અમે સાથે ત્રણ ફિલ્મો કરી હતી. તે ફિલ્મો છે ‘હીરા’, ‘ગંગા કી સૌગંધ’ અને ‘દાતા’. અને આ બધી ફિલ્મોનાં ગીતો પણ અદભૂત છે.

Read Also

Related posts

દેશની સૌથી અમીર મહિલા બની રોશની નાડર, આટલા કરોડની માલિક છે આ મહિલા

Pravin Makwana

કોરોનાકાળમાં જીવના જોખમે નોકરી કરતા બી.જે. મેડીકલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટર્સે નીતિન પટેલને આ મામલે લખ્યો પત્ર

Nilesh Jethva

દેશનો સૌથી લાંબો પુલ બનાવા જઈ રહી છે સરકાર, બ્રહ્મપુત્ર નદી પર બનતો આ પુલ આટલા દેશોને ભારત સાથે જોડશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!