GSTV
Home » News » સુખબીરસિંહ બાદલે પક્ષના નેતાઓને પૂછયું ભાજપ કાર્યકરો મોદી મોદી કરતા રહયા, તમે કયારેય મારા માટે નારા લગાવ્યા?

સુખબીરસિંહ બાદલે પક્ષના નેતાઓને પૂછયું ભાજપ કાર્યકરો મોદી મોદી કરતા રહયા, તમે કયારેય મારા માટે નારા લગાવ્યા?

ભાજપે વડાપ્રધાન મોદીની આગેવાનીમાં લોકસભા ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કરીને વિપક્ષના સુપડા સાફ કરી નાખ્યા છે. ભાજપની આ જીત માટે નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડી સાથે સાથે પક્ષની સંગઠનાત્મક તાકાત પણ કારણ છે. હવે અન્ય રાજકીય પક્ષો પણ ભાજપની અનુયાયી બની રહયા છે.

એનડીએમાં ભાજપના સહયોગી પક્ષ શિરોમણી અકાલી દળના નેતા સુખબીરસિંહ બદલ પણ ભાજપના સંગઠનના વખાણ કરતા જોવા મળયા હતા.હકીકતમાં તાજેતરમાં શિરોમણી અકાલી દળની કોર કમીટીની બેઠક અને અકાલી દળના ધારાસભ્યો, જિલ્લા અધિકારીઓ અને અન્ય પદાધિકારીઓનની પક્ષના મુખ્ય કાર્યાલયમાં બેઠકો મળી હતી. આ બંને બેઠકોના અધ્યક્ષસ્થાને પક્ષના નેતા સુખબીરસિંહ બાદલ હતા. આ બેઠકોમાં હાજર રહેલા એક નેતાએ જણાવ્યું કે આ બેઠકોમાં સુખબીરસિંહ બાદલે ભાજપના સંગઠનની જોરદાર પ્રશંસા કરી હતી.

બેઠકમાં હાજર અન્ય આગેવાને જણાવ્યું કે  સુખબીરસિંહ બાદલ પક્ષના કાર્યકરોને કહેતા હતા કે ભાજપના કાર્યકરો દરેક બુથ પર તેમની ગેરહાજરીમાં મોદી મોદીના નારા લગાવતા હતા. શું શિરોમણી અકાલી દળના કોઇ કાર્યકરે કયારેય કોઇ બુથમાં સુખબીર, સુખબીરના નારા લગાવ્યા હતા ?  પક્ષના આગેવાને જણાવ્યું કે સુખબીરસિંહ બાદ પોતાની વાત પૂરી કરતા જ  એક નેતાએ સુખબીરસિંહ બાદલ ઝીંદાબાદ. સુખબીરસિંહ બાદલ ઝીંદાબાદ.

અખબારી અહેવાલ મુજબ શિરોમણી અકાલી દળે પક્ષની સદસ્યતા કાર્યકમને હાલ બંધ કરી દીધો છે. એવું કહેવાય છે કે આગામી સમયમાં તેને વધારે અસરકારક અને વ્યાપક બનાવવામાં આવશે. પક્ષના રાજયસભાના સાંસદ બલવિંદરસિંહ ભૂંદડની આગેવાનીમાં એક કમીટી બનાવવમાં આવી છે જે પક્ષના સદસ્યતા કાર્યકમમાં ફેરફાર કરી તેને વધારે અસરકારક બનાવવા પોતાના સુચનો કરશે. અકાલી દળની કોર કમીટીની બેઠકમાં એક ઠરાવ પાસ કરી પક્ષના મતોનો હિસ્સો વધારવા બદલ પંજાબના લોકોનો આભાર માનવામાં આવ્યો હતો. તમને એ જણાવીએ કે હાલમાં યોજાયેલી ચૂંટણીઓમાં અકાલી દળ અને ભાજપના ગઠબંધનને ભલે જીત મળી ન હોય છતાં ગઠબંધનના મતોનો હિસ્સો જરૂર વધ્યો હતો.

READ ALSO

Related posts

જમ્મુના ડોડામાં વાહન 500 ફુટ નીચે ખાઇમાં પડતાં બાળકો સહિત 16ના મોત

Mayur

પીએમસી બેન્કના કરોડો રૂપિયાના કૌભાંડમાં બે ઓડિટરની ધરપકડ કરાઈ

Mayur

ટ્રમ્પની નજીકના વ્યક્તિએ પોતાના પુસ્તકમાં કર્યો ધડાકો, ચીન અયોગ્ય રીતે વિશ્વમાં પોતાની નાણાકીય અને સૈન્ય તાકાત વધારી રહ્યું છે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!