GSTV
Home » News » રાણપુર તાલુકાનો સુખભાદર ડેમ ઓવરફલો, 3 દરવાજા ખોલાયા

રાણપુર તાલુકાનો સુખભાદર ડેમ ઓવરફલો, 3 દરવાજા ખોલાયા

સૌરાષ્ટ્ર ભરમાં પડેલા સારા વરસાદને પગલે મોટાભાગના ડેમો ઓવરફ્લો થઈ ગયા છે ત્યારે રાણપુર તાલુકાને પાણી પુરું પાડતો સુખભાદર ડેમ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ઓવરફલો થયો હતો. સુખભાદર ડેમના ત્રણ દરવાજા એક ફૂટ જેટલા ખોલવામાં આવ્યા હતા જેના કારણે નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા.

ચાલુ વર્ષે સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક મેઘમહેર રહી છે. મેઘો મન મૂકીને મહેરબાન થયો હતો જેના કારણે ગ્રામીણ વિસ્તારોમાં તળાવો અને નાના મોટા ડેમો છલોછલ ભરાઈ ગયા છે. ઘણા ખરા ડેમો ઓવરફ્લો થયા હતા. રાણપુરની જનતાને પાણી પુરું પાડતો સુખભાદર ડેમ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ઘણાં વર્ષો બાદ ઓવરફલો થયો હતો.

સુખભાદર ડેમ ઓવરફલો થતા જ ડેમના ત્રણ દરવાજા એક ફૂટ જેટલા ખોલી નાંખવામાં આવ્યા હતા. ડેમનું પાણી ભાદર નદીમાં વહેતું થતા ખેડૂતોમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું. કુવા અને બોરના તળ ઉંચા આવી જતા શિયાળુ પાક માટે પાણીની સમસ્યાનું નિવારણ થયું છે. પરંતુ નીચાણવાળા વિસ્તારોના ગામો ઉમરાળા, અલમપુર, રાણપુર, નાગનેશ, દેવળીયા, કનારા સહિતના નદી કાંઠાના ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યાં હતા. જ્યારે રાણપુર શહેરમાં પાણીની સમસ્યાનો ઉકેલ આવી જવાની આશા બંધાઈ છે.

READ ALSO

Related posts

આ છે દુનિયાનો સૌથી ઝેરી જીવ, એક સ્પર્શથી પણ સડવા લાગશે તમારા શરીરના અંગો

Bansari

HDFC બેન્કના ગ્રાહકોને મોટો ઝટકો, ફિક્સ્ડ ડિપોઝીટના દરોમાં થયો ધરખમ ઘટાડો

Bansari

ઐતિહાસિક ડે-નાઇટ ટેસ્ટની તમામ ટિકિટો ધડાધડ વેચાઇ ગઇ! ગાંગુલીએ અશક્યને શક્ય કરી બતાવ્યું

Bansari
Do NOT follow this link or you will be banned from the site!