નોરા ફતેહી મહાઠગ સુકેશ ચંદ્રશેખરની 200 કરોડની છેતરપિંડીના મામલાને લઈને લાંબા સમયથી ચર્ચામાં છે. ગયા વર્ષે ઠગ સુકેશ ચંદ્રશેખરને સંડોવતા 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં નોરા ફતેહી અને જેકલીન ફર્નાન્ડીસના નામ સામે આવ્યા હતા. હવે આ કેસમાંથી સતત નવા અપડેટ્સ સામે આવી રહ્યા છે. સુકેશે પોતાના વકીલો દ્વારા એક પત્ર લખીને નોરા ફતેહી પર આરોપ લગાવ્યો હતો કે તે જેકલીનથી ઈર્ષ્યા કરે છે. હવે તાજેતરમાં સુકેશે એક નવો ખુલાસો કર્યો છે. સુકેશે જણાવ્યું કે તેણે નોરાને મોરોક્કોમાં ઘર ખરીદવા માટે મોટી રકમ આપી હતી.

નોરાએ ઘર ખરીદવા મોટી રકમ લીધી
હકિકતે મીડિયાને આપેલા તાજેતરના નિવેદનોમાં સુકેશ ચંદ્રશેખરે કહ્યું છે કે ‘આજે નોરા ફતેહી મારા પર આરોપ લગાવી રહી છે, પરંતુ સત્ય એ છે કે તેણે મને મોરોક્કોના કાસાબ્લાન્કામાં તેના પરિવાર માટે ઘર ખરીદવાનું કહીને મોટી રકમ લીધી છે. હવે તે કાયદાથી બચવા માટે નવી વાર્તાઓ બનાવી રહી છે.
નોરા ફતેહીએ શું કહ્યું?
જણાવી દઈએ કે અભિનેત્રીએ કોર્ટમાં પોતાના નિવેદનમાં કહ્યું હતું કે ‘સુકેશે મને કહ્યું હતું કે જો હું તેની ગર્લફ્રેન્ડ બનીશ તો તે મને મોટું ઘર અને વૈભવી લાઇફ સ્ટાઇલ આપશે. સુકેશે તેની સહકર્મી પિંકી મારફત મને આ વાત પહોંચાડી હતી. નોરાએ એવો પણ દાવો કર્યો હતો કે તેણે સુકેશ પાસેથી પોતાના માટે કોઈ કાર લીધી નથી. તેને કાર પણ જોઈતી ન હતી.
સુકેશે અભિનેત્રીને ઘણી મોંઘી ભેટ આપી હતી
સુકેશ ચંદ્રશેખરે તાજેતરમાં જ પોતાના પત્રમાં ખુલાસો કર્યો હતો કે ‘નોરા ફતેહી હંમેશા જેકલીનથી ઈર્ષ્યા કરતી હતી. તે ઈચ્છતી હતી કે હું જેકલીનને છોડી દઉં. તે મને દિવસમાં ઓછામાં ઓછા 10 વખત ફોન કરતી હતી. તેણી પાસે મોંઘી કાર ન હતી એટલે તે કાર બદલવા માટે મારી પાછળ હતી. સુકેશે અભિનેત્રીને ઘણી મોંઘી ભેટ આપી હતી સુકેશ ચંદ્રશેખરે તાજેતરમાં જ પોતાના પત્રમાં ખુલાસો કર્યો હતો કે ‘નોરા ફતેહી હંમેશા જેકલીનથી ઈર્ષ્યા કરતી હતી. તે ઈચ્છતી હતી કે હું જેકલીનને છોડી દઉં. તે મને દિવસમાં ઓછામાં ઓછા 10 વખત ફોન કરતી હતી. તેણી પાસે મોંઘી કાર ન હતી, તેથી તે કાર બદલવા માટે મારી પાછળ હતી.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- 1 એપ્રિલ 2023થી થઈ રહ્યો છે મોટો બદલાવ, 15 વર્ષ જૂની ગાડીઓ માટે નવો કાયદો બનશે અમલી
- પેપરલીક મામલે ભાજપના નેતાઓનું મૌન પણ હાર્દિક પટેલે આપ્યું નિવેદન, જાણો શું કહ્યું
- Delhi Accident: આઈજીઆઈ સ્ટેડિયમ નજીક મોટી દુર્ઘટના, આપસમાં ટકરાઈ 4 સ્કૂલ બસ, કેટલાય વિદ્યાર્થીઓ થયા ઘાયલ
- વડોદરા / સળિયાનો જથ્થો વેચવાના નામે સ્ક્રેપ વેપારી સાથે 7.61 લાખની ઓનલાઇન છેતરપિંડી
- મધમાં પલાળીને ખાઓ આ વસ્તુઓ, હાર્ટ એટેકનું ઘટશે જોખમ; માનસિક બીમારીઓ પણ રહેશે દૂર