જે એક દિકરીના માતા પિતા છે તેમના માટે કેન્દ્ર સરકાર દ્વારા સુકન્યા સમૃદ્ધિ યોજના બનાવવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ 2015માં આ યોજનાને લોન્ચ કરી હતી. ખાતુ ખોલાવવા માટે તમે પોસ્ટ ઓફિસ બ્રાંચ અને મોરી બેન્કોમાં જઈ શકો છો. આ સ્કિમ દિકરીઓના લગ્ન અને અભ્યાસના ખર્ચમાંથી મુક્તિ અપાવવા માટે તૈયાર કરવામાં આવી છે. સરકાર આયોજના હેઠળ ખાતુ ખોલાવવા પર વાર્ષિક 7.6 ટકા વ્યાજ આપી રહી છે. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ફક્ત 250 રૂપિયા આપીને ખાતું ખોલાવી શકાય છે.
ઓછામાં ઓછા 250 રૂપિયા અને વધુમાં વધુ 1.50 લાખ રૂપિયા
આ યોજના હેઠળ વાર્ષિક ઓછામાં ઓછા 250 રૂપિયા અને વધુમાં વધુ 1.50 લાખ રૂપિયા જમાં કરાવી શકાય છે. રોકાણ પર ઈનકમ ટેક્સ લોની કલમ 80સી હેઠળ ટેક્સ છૂટનો લાભ આપવામાં આવી શકે છે. દિકરીની ઉંમર 18 વર્ષ થઈ ગયા પછી તમે આ પ્લાનમાં રોકણ કરેલી કુલ રકમમાંથી 50 ટકા ઉપાડી શકો છો. આ યોજના હેઠળ 21 વર્ષ પૂર્ણ થયા બાદ સંપૂર્ણ રાશિ વ્યાજ સહિત પરત આપવામાં આવશે.

બે બાળકીઓ સુધી જ મળશે લાભ
વધુમાં વધુ બે બાળકી સુધી જ ખાતુ ખોલાવી શકાશે પરંતુ જુડવા બાળકોના મામલે આ ત્રણ બાળકીઓ માટે ખોલાવવામાં આવી શકે છે. આયોજના હેઠળ ખાતુ ખોલાવવાની તારીખથી 14 વર્ષ કે 21 વર્ષ સુધી પૈસા જમા કરાવવાના હોય છે. નની બચત યોજના કેટેગરીમાં આવવાના કારે તેમાં વ્યાજદર દર ત્રણ મહિને રિવાઈઝ કરવામાં આવે છે.
હાલના વ્યાજ દરથી જો તમે આ યોજનામાં વાર્ષિક 1.5 લાખ રૂપિયા 21 વર્ષ સુધી રોકો છો તો તમને 7.6 ટકાના વ્યાજદર પર 65,93,071 રૂપિયાની રકમ મળશે. ખાતામાં કેશ, ચેક અને ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા પૈસા જમા કરાવી શકાય છે.
Read Also
- હવે ઉઘાડું પડશે ચીન: વુહાન વાયરોલોજી લેબની પોલ ખુલી, ચામાચીડિયા પર રિસર્ચને લઈને અમેરિકાના સવાલ
- ગુજરાતને ભેટ/ સ્ટેચ્યુ ઓફ યુનિટી સમગ્ર દેશ સાથે જોડાશે, પીએમ મોદી આજે 8 ટ્રેનોને આપશે લીલી ઝંડી
- હિમવર્ષા અને કોલ્ડવેવ વચ્ચે જમ્મુ કાશ્મીરમાં ભૂકંપના આંચકા, 4.1ની તીવ્રતાએ ધરા ધ્રુજી
- મહારાષ્ટ્રમાં ‘દશેરાના દિવસે જ ઘોડો ના દોડ્યો’: વેક્સિનેશન 18 જાન્યુઆરી સુધી સ્થગિત, એપમાં સામે આવી ભેદી ખામી
- કોવેક્સિનની અસરકારક્તા સામે સવાલો થયા ઊભા, દિલ્હીની આરએમએલ હોસ્પિટલના ડોક્ટરો કોવેક્સિન લેતા અચકાયા!