જો દિવાળી પર તમારી દીકરીને ભેટ આપવા ઇચ્છતા હોવ તો તમે એવું ગિફ્ટ આપી શકો છો જેનાથી ભવિષ્યમાં એમને ફાયદો થાય. તમે એના નામ પર કોઈ નવું રોકાણ શરુ કરી શકો છો. તમે એના માટે પોસ્ટ ઓફિસમાં સુકન્યા સમૃદ્ધિ યોજનામાં પણ રોકાણ કરી શકો છો. એમાં તમને સારું રિટર્ન તો મળશે જ સાથે તમારા પૈસા પણ સુરક્ષિત રહેશે. આઓ યોજના અંગે ડીટેલમાં જાણીએ છે.
વ્યાજ દર
સુકન્યા સમૃદ્ધિ યોજનામાં વાર્ષિક 7.6%નું વ્યાજ હાજર છે. વ્યાજને વાર્ષિક આધાર પર કેલ્ક્યુલેટ અને કમ્પાઉંડ કરવામાં આવે છે.

રોકાણની રકમ
પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં એક નાણાકીય વર્ષમાં ન્યુનતમ 250 રૂપિયા અને મહત્તમ 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે. ડિપોઝીટ 50 રૂપિયાને મલ્ટીપલમાં રોકાણ કરવાનું રહેશે. જમા એકસાથે કરી શકાય છે. એક મહિના અથવા નાણાકીય વર્ષમાં જમાની સંખ્યા પર કોઈ સીમા નથી.
કોણ ખોલી શકે છે એકાઉન્ટ
આ સ્કીમ હેઠળ 10 વર્ષથી ઓછી ઉંમરની બાળકીના નામથી વાલીઓ રોકાણ કરી શકે છે.
બાળકીના નામ પર કોઈ બેન્ક અથવા પોસ્ટ ઓફિસમાં માત્ર એક એકાઉન્ટ ખોલી શકે છે.
આ એકાઉન્ટ મહત્તમ બે પરિવારમાં મહત્તમ બે બાળકીઓ માટે ખોલી શકાય છે. જુડવા અથવા ત્રણ બાળકીઓના જન્મની સ્થિતિમાં, બેથી વધુ એકાઉન્ટ ખોલી શકાય છે.

ફીચર્સ
- એકાઉન્ટ ખોલવાની તારીખના 21 વર્ષ પછી આ એકાઉન્ટ બંધ કરી શકાય છે.
- એ ઉપરાંત બાળકીની ઉંમર 18 વર્ષ થવાના સમયે એમના લગ્ન થવાની સ્થિતિમાં એકાઉન્ટ બંધ કરી શકાય છે.
- આ સ્કીમમાં જમાની રાશિ પર ઈન્ક્મ ટેક્સ એક્ટ સેક્સન 80C હેઠળ છૂટ મળે છે.
- સ્કીમમાં જમા એકાઉન્ટ ખોલવાની તારીખથી વધુ 15 વર્ષ સુધીનો સમય નક્કી કરવામાં આવે છે.
- નાણકીય વર્ષમાં જો એકાઉન્ટમાં નાણકીય 250 રૂપિયા જમા નહિ કરવામાં આવે, તો એકાઉન્ટને ડિફોલ્ટ એકાઉન્ટ માનવામાં આવે છે.
- ડિફોલ્ટ થઇ ચૂકેલા એકાઉન્ટ ખોલવાની તારીખથી 15 વર્ષ જુના થવા પહેલા રિવાઇઝ કરી શકાય છે. એના માટે દરેક ડિફોલ્ટ વર્ષ મુજબ ન્યુનત્તમ 250 રૂપિયા પ્લસ 50 રૂપિયા ડિફોલ્ટની ચુકવણી કરવાનું રહેશે.
Read Also
- મહિલાનો હાથ ટૂટવા પર બેશરમીથી હસવું પોલીસ કર્મીને ભારે પડી ગયું, કોર્ટે આપી એવી સજા કે વિચારતા રહી જશો
- અબુ ધાબી ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટીના આદિત્ય બિરલા હેલ્થ ઇન્શ્યોરન્સનો 9.99% હિસ્સો ખરીદવાના પ્રસ્તાવને મળી મંજૂરી
- Viral Video : ઓ બાપ રે ગાયો પણ કન્ફ્યુંઝ, કૂતરું છે કે વાછરડું જોઈ લો આ વીડિયો
- Viral Video : બિલાડીએ ગરોળી સાથે કર્યું આવું કૃત્ય, 94 લાખથી વધુ વખત જોવાયો વીડિયો
- Viral Video : બાઇકસવારે કારને મારી જોરદાર ટક્કર, રૂવાડા ઉભા કરી દેતો Video થયો વાયરલ