GSTV
Business Finance Trending

તમારી પુત્રીને ક્યારેય પણ રૂપિયાની ઘટ નહીં પડે! આ સ્કીમમાં ફક્ત 416 રૂપિયાનું કરો રોકાણ અને મેચ્યોરિટી પર મેળવો 65 લાખ રૂપિયા

રોકાણ

જો તમે પણ ઓછા રૂપિયામાં શાનદાર અને સુરક્ષિત નફો ઇચ્છતા હોય, તો કેન્દ્ર સરકાર તમારા માટે એક શાનદાર યોજના લઈને આવી છે. સુકન્યા સમૃદ્ધિ યોજના એટલે કે SSY. આ યોજનામાં રોકાણ કરીને તમે તમારી પુત્રીનું ભવિષ્યને સુરક્ષિત તેમજ ઇનકમટેક્સમાં બચત કરી શકશો. આ યોજના હેઠળ તમે દરરોજ માત્ર 416 રૂપિયાની બચત કરીને 65 લાખ રૂપિયાની રકમ મેળવી શકો છો.

શું છે સુકન્યા સમૃદ્ધિય યોજના?

સુકન્યા સમૃદ્ધિય યોજના એક લાંબા સમયગાળાની યોજના છે. તેમા રોકાણ કરી તમે તમારી પુત્રીના અભ્યાસ અને ભવિષ્યને લઇ નિશ્ચિત થઈ શકો છો. તેના માટે તમારે વધારે રકમનું રોકાણ કરવાની પણ જરૂર નહીં રહે. પહેલા તો તમે એ નક્કી કરી લો કે તમારી પુત્રી જ્યારે 21 વર્ષની થશે તો તેના માટે કેટલી રકમ જોઇએ.

સરકારની સુકન્યા સમૃદ્ધિ યોજના

સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) કેન્દ્ર સરકારની નાની બચત યોજના છે, જે ‘બેટી બચાવો બેટી પઢાવો’ યોજના હેઠળ શરૂ કરવામાં આવી છે. નાની બચત યોજનાઓની યાદીમાં સુકન્યા સૌથી સારી વ્યાજ આપતી યોજના છે. તેમા માત્ર 250 રૂપિયાથી અકાઉન્ટ ખોલાવી શકાય છે. આનો અર્થ એ છે કે જો તમે દરરોજ 1 રૂપિયા બચાવો છો, તો પણ તમે આ યોજનાનો લાભ લઈ શકો છો. કોઈપણ એક નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા 250 રૂપિયા જમા કરો. ધ્યાન આપો કે કોઈપણ એક નાણાકીય વર્ષમાં SSY અકાઉન્ટમાં એક સમયે અથવા અનેક વખતમાં 1.5 લાખ રૂપિયાથી વધુ જમા કરાવી શકાતા નથી. ઉલ્લેખનીય છે કે સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતું ખોલ્યા પછી ગર્લ ચાઇલ્ડને 21 વર્ષ થાય અથવા 18 વર્ષની ઉંમર પછી જ્યા સુધી તેના લગ્ન ન થાય ત્યા સુધી ચલાવી શકાય છે.

15 વર્ષ સુધી જ રૂપિયા જમા થાય છે

આ યોજનાની સારી બાબત એ છે કે તમારે આખા 21 વર્ષ સુધી રૂપિયા જમા કરાવવાની જરૂર નથી, ખાતું ખોલવાના સમયથી માત્ર 15 વર્ષ સુધી રૂપિયા જમા કરાવી શકાય છે, જ્યારે પુત્રીની 21 વર્ષની ઉંમર સુધી તે રૂપિયા પર વ્યાજ મળતું રહેશે. અત્યારે સરકાર તેના પર વાર્ષિક 7.6 ટકાના દરે વ્યાજ આપી રહી છે. આ સ્કીમ ઘરની બે દીકરીઓ માટે લઇ શકાય છે. જો જોડિયા હોય તો 3 દીકરીઓ પણ યોજનાનો લાભ લઇ શકે છે.

કેવી રીતે ખાતુ ખોલાવવું?

સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ કોઇ પણ પોસ્ટ ઓફિસ અથવા કોમર્શિયલ બ્રાન્ચની અધિકૃત શાખા અકાઉન્ટ ખોલાવી શકો છો. તેમાં બાળકીના જન્મના 10 વર્ષ પહેલા ઓછામાં ઓછા 250 રૂપિયા જમાની સાથે અકાઉન્ટ ખોલાવી શકાય છે. વર્તમાન નાણાકીય વર્ષમાં સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ મહત્તમ 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકાય છે. ઉલ્લેખનીય છે કે સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતું ખોલ્યા પછી ગર્લ ચાઇલ્ડને 21 વર્ષ થાય અથવા 18 વર્ષની ઉંમર પછી જ્યા સુધી તેના લગ્ન ન થાય ત્યા સુધી ચલાવી શકાય છે.

416 રૂપિયાથી આવી રીતે 65 લાખ રૂપિયા થશે

  1. અહીં અમે એ માનીને ચાલી રહ્યા છે કે તમે 2021માં રોકાણ શરૂ કરી દીધું છે અને ત્યારે તમારી પુત્રીની ઉંમર 1 વર્ષ છે.
  2. હવે તમે 416 રૂપિયા દરરોજ બચાવ્યા, તો મહિનાના 12500 રૂપિયા થયા
  3. 12,500 રૂપિયા દર મહિને જમા કર્યા તો વર્ષમાં 1,50,000 રૂપિયા થયા.
  4. આ રોકાણ ફક્ત 15 વર્ષ સુધી કરો, તો કુલ રોકાણ 22,50,000 રૂપિયા
  5. 7.6 ટકા વાર્ષિક વ્યાજના હિસાબથી તમને કુલ વ્યાજ મળ્યો 4,250,000 રૂપિયા
  6. 2042માં જ્યારે તમારી પુત્રી 21 વર્ષની થશે તો સ્કીમ મેચ્યોર થશે, ત્યારે કુલ મેચ્યોરિટી અમાઉન્ટ હશે 6,500,000 રૂપિયા.

Read Also

Related posts

મહિલાનો હાથ ટૂટવા પર બેશરમીથી હસવું પોલીસ કર્મીને ભારે પડી ગયું, કોર્ટે આપી એવી સજા કે વિચારતા રહી જશો

GSTV Web Desk

અબુ ધાબી ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટીના આદિત્ય બિરલા હેલ્થ ઇન્શ્યોરન્સનો 9.99% હિસ્સો ખરીદવાના પ્રસ્તાવને મળી મંજૂરી

GSTV Web Desk

Viral Video : ઓ બાપ રે ગાયો પણ કન્ફ્યુંઝ, કૂતરું છે કે વાછરડું જોઈ લો આ વીડિયો

Binas Saiyed
GSTV