GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

દિકરીના શિક્ષણ અને લગ્નની નહીં રહે કોઇ ચિંતા, આ રીતે ઉઠાવો સરકારની આ ખાસ યોજનાનો લાભ

દિકરી સાંપનો ભારો નહી પરંતુ વહાલનો દરિયો હોય છે, જેને ખરા અર્થમાં સાર્થક ઠેરવવા કેન્દ્ર સરકારે બેટી બચાવો અભિયાનને સમર્થન આપવા માટે સુકન્યા સમૃધ્ધિ યોજના અમલમાં મુકી છે. જે દીકરીઓ માટે ભેટ સમાન સાબિત થશે. 10 વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓના ઉચ્ચ શિક્ષણ અને લગ્ન માટે બચત કરવાના ઉદ્દેશ્યથી કેન્દ્ર સરકારની સુકન્યા સમૃદ્ધ યોજના એક સારા રોકાણની યોજના છે. સરકારે સ્મોલ સેવિંગ સ્કીમ હેઠળ સુકન્યા સમૃદ્ધિ નામની એક ખાસ યોજનાની શરૂઆત કરી હતી. આ યોજના ભારત સરકારની બેટી બચાવો, બેટી પઢાઓ અંતર્ગત એક મહત્વની યોજના છે. જેમાં રોકાણ કરીને દીકરીના 18 વર્ષ પૂરાં થવા પર અને લગ્ન સમયે રકમ મેળવી શકાય છે. આ યોજનાથી દીકરીના સારા ભણતર અને લગ્નની ચિંતા દૂર થઈ શકે છે.

સુકન્યા સમૃદ્ધિ યોજનાની ખાસીયત

 • આ યોજનામાં દીકરીનાં નામે 15 વર્ષ સુધી વધુમાં વધુ દોઢ લાખ રૂપિયા વાર્ષિકનું રોકાણ કરી શકાય છે અને 1000 રૂપિયા પ્રતિ વર્ષ ન્યૂનતમ જમા રાશી રકમ છે.
 • ખાતું ખોલાવતા સમયે 250 રૂપિયાની રકમ જમા કરવાની રહે છે. આ રકમ દીકરીના શિક્ષણ અને લગ્નમાં ઉપયોગી થઇ શકે છે.
 • જો તમારી દીકરીની ઉંમર 10 વર્ષ સુધી છે તો અમે સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતું ખોલાવી શકો છો. આ રોકાણમાં ટેક્સમાં છૂટ મળે છે.

બેથી વધુ દીકરીઓ હોય તો…

 • સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ એક દીકરીનું એક ખાતું ખોલાવી શકે છે. જે ઘરમાં બે કેથી વધુ દીકરીઓ છે તે વધુમાં વધુ ત્રણ ખાતા ખોલાવી શકે છે.
 • 10 વર્ષથી ઓછા ઉંમરની દીરકીઓ માટે 250 રૂપિયાથી ખાતું ખોલાવી શકાય છે. દીકરીના 18 વર્ષ પૂરાં થવા પર અડધી રકમ કાઢી શકાય છે. જયારે દીકરીના લગ્નપ્રસંગ સમયે બાકીની રકમ કાઢી શકાય છે.

કોઈ પણ પોસ્ટ ઓફીસ કે બેંકમાં ખાતુ ખોલાવી શકશો.

 • સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ખાતું તમે દેશના કોઈ પણ પોસ્ટ ઓફીસ કે બેંકમાં જઈ ખોલાવી શકો છો. ત્યાં જઈને તમારે એક ફ્રોમ ભરવાનું રહે છે.
 • ફોર્મની સાથે જમા રાશિની રકમ રોકડ, ડ્રાફ્ટ અથવા ચેકથી પણ આપી શકાય છે. તે બાદ ખાતું ખુલી જશે. આ ખાતાંની એક પાસબુક પણ આપવામાં આવશે.

સુકન્યા સમૃદ્ધિ યોજના મળતું વ્યાજ

 • સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ વાર્ષિક 8.4 ટકા વ્યાજ મળે છે.
 • દર વર્ષે ભારત સરકાર દ્વારા તેનું વ્યાજ દર નક્કી કરવામાં આવે છે.
 • સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ખાતું દીકરી 21 વર્ષની થાય ત્યાં સુધી અથવા તો 18 વર્ષની ઉંમર બાદ લગ્ન સમય સુધી આ ખાતું ચાલુ રાખવું પડશે.
 • ખાતાંમાં રકમ રોકડ, ડીમાન્ડ ડ્રાફ્ટ, ચેક દ્વારા જમા કરાવી શકાય છે
 • ઈલેક્ટ્રોનિક ટ્રાન્સફરથી પણ રકમ જમા કરાવી શકાય છે

દેશમાં ગમે ત્યાં એકાઉન્ટ ટ્રાન્સફર કરી શકાશે

 • સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતું દેશમાં ગમે ત્યાં ટ્રાન્સફર કરી શકાય છે.
 • જો તમે કોઈ બીજી જગ્યાએ શિફ્ટ થાઓ છો તો તે ખાતું ટ્રાન્સફર કરાવી શકાય છે.
 • જોકે તેના માટે માતા-પિતા શિફ્ટ થઇ રહ્યા છે તેની સાબિતી આપવી પડશે.
 • નોંધનીય છે કે જે બેંક અને પોસ્ટ ઓફીસમાં કોર બેન્કિંગ સુવિધા છે.
 • ત્યાં સુકન્યા સમૃદ્ધિ યોજના એકાઉન્ટ ઈલેક્ટ્રોનિક રીતે જ ટ્રાન્સફર થઇ શકે છે

આ સ્કીમમાં આટલા દસ્તાવેજોની જરૂર પડશે

 • દીકરીનું જન્મપ્રમાણપત્ર
 • માતા-પિતા અથવા વાલીનું અડ્રેસ દર્શાવતું દસ્તાવેજ
 • માતા-પિતાનું આઈડી કાર્ડ ( પાન કાર્ડ, આધાર કાર્ડ, પાસપોર્ટ )

આશરે મળી શકે છે આટલી રકમ

 • યોજના હેઠળ 2020માં કોઈ વ્યક્તિ 1000 રૂપિયા મહિનાથી એકાઉંટ ખોલે છે તો તેને 14 વર્ષ સુધી મતલભ 2033 સુધી દર વર્ષે 12 હજાર રૂપિયા નાખવા પડશે.
 • વર્તમાન હિસાબથી દર વર્ષે 8.6 ટકાની આસપાસ વ્યાજ મળતુ રહેશે તો જ્યારે બાળકી 21 વર્ષની થશે તો તેને 6,07,128 રૂપિયા મળશે.
 • ઉલ્લેખનીય છેકે 14 વર્ષમાં પાલકના એકાઉંટમાં કુલ 1.68 લાખ રૂપિયા જમા કરવા પડે. બાકીના 4,39,128 રૂપિયા વ્યાજના છે.

Read Also

Related posts

સુશાંત કેસમાં નવો ચોંકાવનારો ખુલાસો આવ્યો સામે, ફોરેન્સિક એક્સપર્ટે પણ ગરબડ થઈ હોવાનો કર્યો દાવો

Mansi Patel

લોન લેવાનો બનાવી રહ્યા છો પ્લાન તો સિબિલ સ્કોર અને રીપેમેન્ટ કેપેસિટી સહિત આ 7 વાતોનું રાખો ધ્યાન

Mansi Patel

આગામી વર્ષે યોજાનાર મહિલા World Cupને લઈ ICC નો લીધો આ મોટો નિર્ણય !

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!