GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

લોકડાઉનમાં આટલા વર્ષ પૂરા કરનાર બાળકીઓનું પણ ખુલસે સૂકન્યા સમૃદ્ધી ખાતું

લોકડાઉનને કારણે કેન્દ્ર સરકારે સુકન્યા સમૃદ્ધિ યોજનાને લઈને મોટી રાહત આપી છે. લોકડાઉન દરમિયાન સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતા ખોલવાની 10 વર્ષની વય પૂર્ણ કરી ચૂકેલી પુત્રીઓને સરકારે મંજૂરી આપી છે. એટલે કે, 25 માર્ચથી 30 જૂન સુધી 10 વર્ષની વય પૂર્ણ કરી ચૂકેલી પુત્રીઓ પણ આ યોજના હેઠળ ખાતું ખોલવી શકશે. આ માટે સરકારે વયમર્યાદામાં છૂટછાટ આપી છે.

સૂકન્યા સમૃદ્ધિ યોજનાની મહત્વની બાબતો

  • સુકન્યા સમૃદ્ધિ ખાતું 15 વર્ષના સમયગાળા માટે ખોલવામાં આવે છે.
  • 18 વર્ષની વય પૂર્ણ કર્યા પછી, પુત્રીના લગ્ન સમયે આંશિક ઉપાડ કરવાની સુવિધા મળે છે
  • પુત્રીના 21 વર્ષ પૂર્ણ થયા બાદ આ એકાઉન્ટ બંધ કરી શકાય છે
  • આ ખાતામાં ઓનલાઈન પૈસા જમા કરાવી શકાય છે
  • માતાપિતા અથવા ખાતા ધારકના મૃત્યુના કિસ્સામાં, આ ખાતું પાકતી મુદત પહેલા બંધ કરાવી શકાય છે
  • મે 2020 સુધીમાં સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ 1.6 કરોડથી વધુ ખાતા ખોલવામાં આવ્યા છે

10 વર્ષની ઉમર પુરી કરનારનું જ ખોલાવી શકાતું હતું ખાતું

વર્તમાન નિયમો હેઠળ સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત ફક્ત 10 વર્ષના બાળકીઓજ ખાતું ખોલાવી શકતી હતી. પરંતુ લોકડાઉન દરમિયાન સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ મોટી સંખ્યામાં માતા-પિતા તેમની પુત્રીનું ખાતું ખોલાવી શક્યા નથી. આવા માતા-પિતાને રાહત આપવા સરકારે વયમર્યાદામાં રાહત આપી છે. પોસ્ટ ખાતાએ આ સંદર્ભે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. જો કે, આ છૂટનો લાભ 31 જુલાઈ 2020 પહેલાં ખાતા ખોલવા પર જ આપવામાં આવશે.

1 વર્ષમાં કરી શકો છે દોઢ સુધીનું રોકાણ

સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ એક વર્ષમાં આ ખાતામાં 1.5 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકાય છે. આ યોજના હેઠળ ખાતાધારકને 7.6 ટકાના દરે વ્યાજ મળે છે. નાની બચત યોજનાઓમાં આ સૌથી વધુ વ્યાજ દર છે. આ યોજનામાં માત્ર પુત્રીના નામે ખાતું ખોલાવી શકાય છે. એક કુટુંબની મહત્તમ બે પુત્રીઓ આ યોજના હેઠળ ખાતું ખોલાવી શકે છે.

READ ALSO

Related posts

બાળગોપાલ, ચક્રધારી કે વિરાટ સ્વરૂપ? ઘરમાં આ જગ્યાએ લગાવો ભગવાન શ્રીકૃષ્ણનો ફોટો પછી જુઓ

Mansi Patel

દેશમાં પ્રથમ વખત ખુલવા જઈ કરી છે ગધેડીના દૂધની ડેરી, 7000 રૂપિયે લીટર દૂધ વેચાશે

Pravin Makwana

છેલ્લા ત્રણ વર્ષથી રિશભ પંત IPLનો નંબર વન બેટ્સમેન છે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!