જો તમે પણ તમારી દીકરીના ઉચ્ચ શિક્ષણ અને કારકિર્દી માટે એક મોટું ફંડ એકત્રિત કરવા માંગો છો તો આ સરકારી યોજના તમારા કામની સાબિત થશે. સરકાર છોકરીઓ માટે સુકન્યા સમૃદ્ધિ યોજના ચલાવી રહી છે. 10 વર્ષ કરતા ઓછી ઉમરની છોકરીઓનું સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત એકાઉન્ટ ખોલાવી શકાય છે. પોતાની દીકરી માટે રોજના 100 રૂપિયા બચાવીને 15 લાખ રૂપિયા અને રોજના 416 રૂપિયા બચાવીને 65 લાખ રૂપિયાનું ફંડ એકત્રિત કરી શકો છો. જે તેના સારા ભવિષ્ય માટે ઉપયોગી થશે.

જાણો શું છે સુકન્યા સમૃદ્ધિ યોજના
સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) એ દીકરીઓ માટે કેન્દ્ર સરકારની નાની બચત યોજના છે. જે બેટી બચાવો-બેટી પઢાવો યોજના હેઠળ શરૂ કરવામાં આવી છે. નાની બચત યોજનાઓમાં સુકન્યા શ્રેષ્ઠ વ્યાજ દર આપનારી યોજના છે.
સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતું કેવી રીતે ખોલવું
સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતું 10 વર્ષની ઉંમર પહેલા બાળકીના જન્મ પછી 250 રૂપિયાની ન્યૂનતમ ડિપોઝિટ સાથે ખોલી શકાય છે. સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ચાલુ નાણાકીય વર્ષમાં તમે વાર્ષિક મહત્તમ 1.5 લાખ રૂપિયા સુધી જમા કરાવી શકો છો. હાલમાં તેના પર 7.6 ટકા વ્યાજ મળી રહ્યું છે. આ યોજનામાં કોઈપણ વ્યક્તિ પોતાની બે દીકરીઓ માટે ખાતું ખોલાવી શકે છે. દીકરીઓ 21 વર્ષની ઉંમરે આ ખાતામાંથી પૈસા ઉપાડી શકે છે. આ યોજનામાં 9 વર્ષ 4 મહિનામાં રકમ બમણી થઈ જશે.

સુકન્યા સમૃદ્ધિ ખાતું ક્યાં ખુલશે
સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત એકાઉન્ટ કોઈપણ પોસ્ટ ઓફિસ અથવા કોમર્શિયલ બ્રાન્ચની અધિકૃત શાખામાં ખોલી શકાય છે.
મેચ્યોરિટી પર તમને 15 લાખ રૂપિયાથી વધુ મળશે
જો તમે આ સ્કીમમાં દર મહિને રૂ. 3000 એટલે કે વાર્ષિક રૂ. 36000નું રોકાણ કરો છો, તો તમને 14 વર્ષ પછી વાર્ષિક 7.6 ટકા ચક્રવૃદ્ધિ દરે રૂ. 9,11,574 મળશે. 21 વર્ષ એટલે કે મેચ્યોરિટી પર આ રકમ લગભગ 15,22,221 રૂપિયા હશે. એટલે કે, જો તમે દરરોજ 100 રૂપિયા બચાવો છો અને તેને જમા કરો છો, તો તમે પુત્રી માટે 15 લાખ રૂપિયાનું ફંડ બનાવી શકો છો. બીજી તરફ, દરરોજ 416 રૂપિયા સુધીની બચત કરીને તમે 65 લાખ રૂપિયા ઉમેરી શકો છો.

આ એકાઉન્ટ ક્યાં સુધી ચાલુ રહેશે
સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતું ખોલ્યા પછી, જ્યાં સુધી છોકરી 21 વર્ષની ન થાય અથવા 18 વર્ષની ઉંમર પછી લગ્ન ન થાય ત્યાં સુધી તેને ચાલુ રાખી શકાય છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતનાસમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પરતમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:
- અમદાવાદ અને ગેટવિક વચ્ચે સીધી ફ્લાઇટ શરૂ, કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કર્યું ઉદ્ઘાટન
- રાજકારણ / શરદ પવારની સલાહ પછી સાંસદ રાઉત રાહુલને સમજાવશે, સાવરકરના મુદ્દે રાહુલ ગાંધી સાથે કરશે ચર્ચા
- IPL 2023 / રોહિત શર્માની જગ્યાએ અમુક મેચોમાં સૂર્યકુમાર યાદવ સંભાળશે ટીમની કમાન, આ છે મોટું કારણ
- નોઈડામાં આંતરરાષ્ટ્રીય સ્તરનું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવા મંજૂરી અપાઈ, 40000 દર્શકો માટે હશે બેઠક વ્યવસ્થા
- ભાવનગર / લોન આપવાના નામે અમેરિકાના નાગરિકો સાથે છેતરપિંડી કરનારા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા