GSTV

બંગાળમાં ચૂંટણી ભલે કોઈ પણ જીતે આ નેતાનું ઘર ભાંગી ગયું, ભાજપ નેતાની ઘરવાળી ટીએમસીમાં જોડાઈ જતાં છૂટાછેડા આપ્યા

Last Updated on December 22, 2020 by Pravin Makwana

ભારતીય જનતા પાર્ટીના સાંસદ સૌમિત્ર ખાનની પત્ની હવે તૃણમૂલ કોંગ્રેસમાં જોડાઈ ગઈ છે. જેને લઈને તેના પતિ ભડકી ઉઠ્યા હતા. ભાજપના સાંસદે તો પત્નીને છૂટાછેડાની નોટિસ પણ આપી દીધી છે. તેમની પત્ની સુજાતા મંડલ ખાને સોમવારે ટીએમસીમાં જોડાઈ ગયા હતા.

પત્ની સુજાતા મંડલ ટીએમસી જોઈન કરતા સૌમિત્ર ખાને સોમવારે કહ્યુ હતું કે, હુ તેને અનુરોધ કરવા માગુ છુ કે, તે પોતાનું ઉપનામ ખાન વાપરવાનું બંધ કરી દે. હું સુજાતા સાથે તમામ સંબંધો તોડવા માગુ છું. હું તેને કાનૂની નોટિસ મોકલી રહ્યો છું. હું મીડિયા પાસે અનુરોધ કરવા માગુ છું કે, તેના નામની આગળ ખાન ન લગાવે.

ટીએમસી સાંસદ સૌગત રોય અને પાર્ટીના પ્રવક્તા કૃણાલ ઘોષની હાજરીમાં તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા બાદ સુજાતા મંડલે કહ્યુ હતું કે, પતિને સાંસદ બનાવવા માટે કેટલાય હુમલાઓ સહન કર્યા બાદ પણ બદલામાં કંઈ ન મળ્યું. હું આપણા સૌના પ્રિય મમતા બેનર્જી અને અમારા દાદા અભિષેક બેનર્જીના નેતૃત્વમાં કામ કરવા માગુ છુ.

તેમને પૂછવામાં આવ્યુ કે, તમારા આ નિર્ણયથી તમારા પતિ સૌમિત્ર ખાનને કોઈ પણ પ્રકારે અસરકર્તા હશે કે કેમ, તો સુજાતા જણાવે છે કે, આ નિર્ણય હું તેમના પર છોડુ છુ કે, આગળ તેમને શું કરવું. મને આશા છે કે, તેમને એક દિવસ અહેસાસ થશે, કોણ જાણે છે કે તેઓ ફરી એક વાર પાછા ટીએમસીમાં આવી જાય.

બિશ્નપુરથી સાંસદ સૌમિત્ર ખાને તાત્કાલિક પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને ભાવુક થતાં કહ્યુ કે, મેં સુજાતા મંડલને છૂટાછેડાની નોટિસ મોકલી છે. તથા અમારો 10 વર્ષનો સંબંધ તોડી રહ્યો છું. તેમણે પત્નીને સંબોધન કરતા કહ્યુ હતું કે, અમુક લોકો તારો ઉપયોગ કરી રહ્યા છે. જે આપણા પતિ-પત્નીના સંબંધો વચ્ચે તિરાડ પાડવા માગે છે. મને યાદ છે 2019ની લોકસભા ચૂંટણીમાં મને સાંસદ બનાવવા માટે તારો જ હાથ હતો, ત્યારે તું ખભેખભો મિલાવીને મારી સાથે પ્રચાર કરતી હતી.

READ ALSO

Related posts

BMPT Terminator : રશિયન સેનામાં તૈનાત થઈ આગ ઓકતી સુપર પાવરફુલ ટર્મિનેટર ટેન્ક, હવે દુશ્મનોની ખેર નથી

Vishvesh Dave

હાહાકાર / દેશમાં શરૂ થઇ ઓમિક્રોનની દહેશત, 31 ડિસેમ્બર સુધી ‘લોકલાડીલા’ પ્રવાસન સ્થળોએ જાહેર કરાયો નાઈટ કરફ્યુ

Pritesh Mehta

અરે વાહ! 15 રૂપિયામાં ખરીદો OPPOનો આ ધાંસૂ સ્માર્ટફોન, Flipkartની ઑફરે લોકોએ ઉડાવ્યા લોકોના હોશ!

Bansari
Do NOT follow this link or you will be banned from the site!