સુજલામ-સુફલામ યોજના કરી પણ પાણી વગર દુષ્કાળ, હવે ફરી આ યોજના આવી ગઈ છે

ચાલુ વર્ષે ઓછા વરસાદને કારણે શિયાળો પૂર્ણ થાય તે પહેલા જ ગુજરાતના અનેક વિસ્તારોમાં દુષ્કાળ પ્રવર્તી રહ્યો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષે ફરી જળસંચયનો કાર્યક્રમ શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. રાજ્ય સરકારે ગત વર્ષે તમામ 33 જિલ્લામાં જળસંચયનો કાર્યક્રમ શરૂ કર્યો હતો. પરંતુ સરકારના કાર્યક્રમથી પ્રજાને પડતી હાલાકીમાં જરા પણ ઘટાડો થયો નહોતો. કેટલીક જગ્યાએ તો જળસંચયના નામે ફક્ત તાયફાઓ જ થયા હતા. પરિણામે ઉનાળો શરૂ થાય પહેલા જ રાજ્યના લગભગ તમામ ડેમો અને તળાવો તળિયાઝાટક થઇ ગયા છે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે ગત વર્ષે યોજાયેલા જળસંચયના કાર્યક્રમમાં સરકાર અને લોકભાગીદારી 50-50 ટકા હતી. પરંતુ ચાલુ વર્ષે યોજાનારા કાર્યક્રમમાં સરકાર 60 ટકા હિસ્સો આપશે અને લોકભાગીદારીનું પ્રમાણ 40 ટકા રહેશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter