ભાવનગર રહેતા અને મહુવાની બેન્ક ઓફ બરોડામાં હેડ કેશિયર તરીકે નોકરી કરતા એક કર્મચારીએ આપઘાતનો પ્રસાય કર્યો.
બેંક ઓફ બરોડાના કેશિયર સુરેશભાઈ વ્યાસ નામના કેશિયરે બેંકમાં જ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.
આપઘાતનો પ્રયાસ કરતા પહેલા એક સુસાઈડ નોટ લખી હતી. જેમાં બેંકના મેનેજર સતપ્રીત, જોઈન્ટ મેનેજર નીલેશ મિશ્રા,લોન ઓફિસર મયંક પરમાર તથા અન્ય મહિલા કર્મચારી બંસીબેન રૂપારેલના નામ લખ્યા છે. તેમની સામે માનસિક ત્રાસ આપતા હોવાનો આરોપ કર્યો છે. સુસાઈડ નોટને આધારે પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.