દિકરી સુહાના શાહરૂખનેઆપી રહી છે ગીતો ગાવા માટેની ટ્રેનિંગ

બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની નવી ફિલ્મ ઝીરો સિનેમાઘરોમાં રીલીઝ થવાની છે. શાહરૂખ ખાન ઝીરો ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. કેટલાક દિવસો પહેલા જ ઝીરોના સેટ પર શાહરૂખની દીકરી, સુહાના ખાન પહોંચી હતી. કિંગ ખાને ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો અને સુહાનાની સેટ પર આવાનું ખાસ કારણ પણ જણાવ્યું.

શાહરૂખે તેના ટ્વીટર એકાઉન્ટ પર સુહાનાની સાથે એક પોસ્ટ શેર કરી હતી. કેપ્શનમાં લખ્યું હતું કે- મેરે નામ તું.. ગાવા માટે મેં જે કઈ પણ કર્યું તેમાંથી આ સૌથી સુંદર છે. મારી દીકરી મને શીખવાડી રહી છે કે મારે લીરીક્સ અનુસાર એક્સપ્રેશન દેવા જોઈએ.

સુહાનાના બોલીવુડ કરિયરનેલઈને પણ શાહરૂખે વાતચીત કરી. જયારે તેને પૂછવામાં આવ્યું કે, સુહાનાજલ્દી ફિલ્મોમાં કામ કરવાની છે. જેના પર શાહરૂખે કહ્યું કે તે એક્ટિંગ કરવા માંગે છે.પરંતુ અત્યારે તેને ૩થી ૪ વર્ષની ટ્રેનીંગની જરૂર છે. તેણે લંડનમાં કેટલાક પ્લે કરેલાછે. જલ્દીથી તે અમેરિકા શિફ્ટ થવાની છે.

શાહરૂખે પણ આગળ જણાવ્યું કે સુહાના પણ સેટ પર એક્ટિંગ શિખવા માટે આવી હતી. પ્રોડક્શનનું કામ શીખવું એ એક્ટિંગ શિખવા માટે જરૂર છે. મને જ્યાં સુધી લાગે છે તે લંડનમાં કઈક શીખી છે. અમે લોકો ફિલ્મના ગીત પર શુટિંગ કરી રહ્યા હતા. સુહાના પણ આજે આવી અને તેણે એક્સપીરીયન્સ લીધો. મારી ઈચ્છા હતી કે તે આવીને જુએ કેટરીના અને અનુષ્કા કઈ રીતે એક્ટિંગ કરી રહ્યા છે. કેમ કે બંન્ને એકબીજાથી અલગ છે. કેટરીના પાસે એક ચાર્મ છે તો અનુષ્કા પાસે પણ યુનિક અંદાજ છે.

ફિલ્મની વાત કરીએ તો, ઝીરો,૨૧ ડિસેમ્બરે ૨૦૧૮ માં સિનેમાઘરમાં રીલીઝ થવાની છે. શાહરુખના ફેન્સમાંફિલ્મને લઈને ઘણો ઉત્સાહ જોવા મળી છે. શાહરૂખે પહેલા પણ જણાવ્યું હતું કે આ રોલ તેનાકરિયરનો ચેલેન્જીંગ રોલમાંથી એક છે. તમને જણાવી દઈએ બુધવારે ઝીરો ફિલ્મનું નવું ગીતહુસ્ન પરચમ લોન્ચ થયું છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter