GSTV

શાહરૂખની લાડલીએ ફરી મચાવ્યો તહેલકો, આ અંદાજ પર ફેન્સ થયાં ફિદા

Last Updated on July 13, 2018 by Bansari

બોલીવુડમાં હાલ સ્ટારકિડ્સની બોલબાલા છે. શાહરૂખની દિકરી સુહાનાથી લઇને શ્રીદેવીની દિકરીઓ જ્હાન્વી અને ખુશી તથા અમિતાભ બચ્ચની દોહીત્રી નવ્યા નંદા પણ ચર્ચામાં છે. અવારનવાર તેમની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી હોય છે. તેવામાં શાહરૂખ ખાનની લાડલીની તસવીરો સોશિયલ મીડિયા પર સનસની મચાવી રહી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ શાહરૂખ પોતાના પરિવાર સાથે ફ્રાન્સમાં વેકેશન ગાળવા ગયો હતો. સુહાનાની ત્યાંની અનેક તસવીરો સોશઇયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. તેવામાં શાહરૂખની આ લાડલી પોતાની ડ્રેસિંગને લઇને વધુ લાઇમલાઇટમાં રહે છે.

સુહાનાની વધુ એક તસવીર વાયરલ થઇ રહી છે જેમાં તે ક્રોપ ટૉપ અને પેન્ટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. તાજેતરમાં જ સુહાનીની અન્ય એક તસવીરો સોશિયલ મીડિયા પર તહેલકો મચાવ્યો હતો જેમાં તે બ્રાઉન કલરની બિકિનીમાં જોવા મળી રહી હતી.  સુહાનાના આ હૉટ ફોટોને સોશિયલ મિડિયા પર ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખીય છે કે આગામી મહિને વૉગના મેગેઝિન કવર પર સુહાના ચમકવાની છે. આ મેગેઝીન સાથે સંબંધિત એક સૂત્રએ જણાવ્યું છે કે આ મેગેઝિનના કવર પેજ માટે સુહાના એકદમ અલગ જ અંદાજમાં જોવા મળશે. તે વાતમાં શંકાને સ્થાન નથી કે સુહાના ટૂંક સમયમાં બોલીવુડમાં ડેબ્યૂ કરી શકે છે.

Related posts

બ્યુટી ટિપ્સ : પગની સાર-સંભાળ રહે છે આ ફ્રૂટ સ્ક્ર્બ વિના અધૂરી, આજે જ જાણો ઉપયોગની રીત અને મેળવો લાભ

Zainul Ansari

શું તમે પ્રથમ વખત ફાઇલ કરી રહ્યા છો ઇનકમ ટેક્સ રિટર્ન? જાણો નવા પોર્ટલ પર કેવી રીતે કરાવવું રજીસ્ટ્રેશન

Zainul Ansari

કોરોનાનો કાળો કહેર / વિશ્વમાં કુલ 23 કરોડથી વધુ લોકો થયા સંક્રમિત, 60 લાખથી વધુના થયા મોત

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!