GSTV

સુહાના ખાને હૉટ આઉટફિટમાં શેર કરી મિરર સેલ્ફી, બોલ્ડ અંદાજ જોઇને ફેન્સ થયા પાણી પાણી

સુહાના

Last Updated on September 24, 2021 by Bansari

શાહરૂખ ખાનની લાડલી સુહાના ખાન હંમેશા ચર્ચામાં રહે છે. તે હંમશા નવી તસવીરો શેર કરતી રહે છે. આ ઉપરાંત તે પોતાની સ્ટાઇલિંગ અને ડ્રેસિંગને લઇને પણ ચર્ચામાં રહે છે. તેની એક તસવીર સોશિયલ મીડિયા પર આવતા જ વાયરલ થવા લાગે છે. બોલીવુડમાં ડેબ્યૂ કર્યા વિના જ તેની ફેન ફોલોઇંગ ખાસ્સી છે. શાહરૂખ ખાન પહેલા જ ઇશારો કરી ચુક્યો છે કે સુહાના ખાના બોલીવુડમાં એક્ટ્રેસ તરીકે કરિયર બનાવશે.

સાથે જ, સુહાના ખાને હવે ઇન્સ્ટાગ્રામ પર નવી તસવીર શેર કરી છે. તેણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર આ સેલ્ફી શેર કરી છે. સુહાના ખાન હાલ ન્યુયોર્ક યુનિવર્સિટીની સ્કૂલ ઓફ આર્ટ્સનુ સ્ટુડન્ટ છે. ઇન્સ્ટાગ્રામ પર સુહાનાના બે મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.

સુહાના

સુહાના ખાનની આ તસવીરને પસંદ કરી રહ્યા છે લોકો

જો કે, તેણે આ મિરર સેલ્ફીનું કોઈ કેપ્શન મૂક્યું નથી. તેણે તેમાં બ્લેક આઉટફિટ પહેર્યું છે અને સાથે ક્લચ પણ રાખ્યુ છે. એવું લાગે છે કે આ તસવીર વોશરૂમમાં લેવામાં આવી હતી. ગયા અઠવાડિયે પણ તેણે તેની આઉટિંગની કેટલીક તસવીરો શેર કરી હતી.

તેની દોસ્ત શનાયા કપૂરે પણ કોમેન્ટમાં તેના લુકના વખાણ કર્યા હતા. સુહાનાએ ન્યૂયોર્કમાં પોતાના એપાર્ટમેન્ટની તસવીર પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. સુહાના ખાન બોલિવૂડમાં એન્ટ્રી માટે તૈયાર છે પરંતુ શાહરૂખ ખાન ઇચ્છે છે કે તેના બાળકો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ જ બોલીવુડમાં ડેબ્યૂ કરે.

સુહાના

‘વોગ’ ને આપેલા ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું, ‘મને યાદ નથી કે કોઇ એક એવી મોમેન્ટ હશે જ્યારે મેં નક્કી કર્યું કે મારે એક્ટ્રેસ જ બનવાનું છે. પરંતુ જ્યારે મારા માતાપિતાએ મારું પ્રથમ પરફોર્મન્સ જોયું, ત્યારે તેઓએ વિચાર્યું કે હું એક્ટિંગ કરી શકું છું.

આ ફિલ્મમેકર સુહાનાને કરશે લોન્ચ

રિપોર્ટ્સ અનુસાર, સુહાના ખાનના પહેલા પ્રોજેક્ટની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કરણ જોહર નહીં પણ ઝોયા અખ્તર સુહાના ખાનને લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે.

સુહાના

એક રિપોર્ટ મુજબ, ઝોયા અખ્તરને તેની આગામી ફિલ્મમાં મુખ્ય ભૂમિકા માટે સુહાના મળી ગઇ છે. રિપોર્ટ અનુસાર, ઝોયા અખ્તર હાલમાં સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ માટે ઇન્ટરનેશનલ કોમિક બુક આર્ચી પર કામ કરી રહી છે. જેમાં સુહાના ખાન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થશે. આ એક ટીનએજરની કહાની છે. જેના માટે ઝોયા ઘણા નવા યુવાન ચહેરાઓની શોધમાં છે. જે એક્ટરના મિત્રની ભૂમિકા ભજવશે.

Viral

તમને જણાવી દઈએ કે સુહાના ખાન કુથ શોર્ટ ફિલ્મમાં કામ કરી ચુકી છે પરંતુ આર્ચી તેની પ્રથમ ઓફિશિયલ ફિલ્મ હશે કે જ્યાંથી તે સિનેમાની દુનિયામાં પગ મૂકશે.

સુહાના

ટૂંક સમયમાં સાઇન કરશે કોન્ટ્રાક્ટ

રિપોર્ટ અનુસાર, પેપરવર્ક કરવાનું બાકી છે. જલદી સુહાના અને તેના પિતા શાહરુખ ખાન સ્ક્રિપ્ટ માટે હા કહેશે, તો આ કામ પણ થઈ જશે. આ ફિલ્મમાંથી સુહાના સાથે વધુ બે એક્ટર્સ લોન્ચ કરવામાં આવશે.

સુહાના ખાન હાલમાં ન્યૂયોર્કમાં એક્ટિંગનો કોર્સ કરી રહી છે. સુહાના એક્ટિંગનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ જ બોલિવૂડમાં પગ મૂકશે. શાહરુખ ખાને એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે સુહાના અભ્યાસ પૂર્ણ કર્યા બાદ જ બોલિવૂડમાં પગ મૂકશે.

સુહાના

સુહાનાનો અભ્યાસ હજુ પૂરો થયો નથી અને તેના ડેબ્યુના સમાચાર સામે આવવા લાગ્યા છે. શાહરૂખે સુહાનાના ડેબ્યૂ અંગે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. જણાવી દઇએ કે બધાને સુહાનાની શોર્ટ ફિલ્મ ખૂબ પસંદ આવી અને તેના અભિનયના ખૂબ વખાણ થયા હતા.

Read Also

Related posts

Diwali 2021/ દિવાળી પર કરી લો ધન પ્રાપ્તિ માટે ઉપાય, માતા લક્ષ્મીની કૃપાથી થઇ જશો માલામાલ

Damini Patel

કામની વાત/ LPG સિલિન્ડરમાં કોઇ સમસ્યા હોય તો મળશે પૂરા 50 લાખનો ફાયદો! ફટાફટ જાણો કેવી રીતે

Bansari

ખુશખબર/ હવે આ મહિલા કર્મચારીઓને મળશે 2 દિવસની Period Leave, અહીં જાણો તમામ જાણકારી

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!