GSTV

ડ્રગ્સ કેસની વચ્ચે શાહરૂખ ખાનની પુત્રી સુહાનાએ કરી આ પોસ્ટ, ઝડપથી થઇ રહી છે વાયરલ

બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં અત્યારે ડ્રગ્સને લઈને ભારે હોબાળો મચી રહ્યો છે. સુશાંતસિંહ રાજપૂતનાં અવસાન બાદ ઇન્ડસ્ટ્રીમાં ડ્રગ્સના કેસમાં એક પછી એક ઘણા નામ જોડાઈ રહ્યા છે. આ દરમિયાન સુપરસ્ટાર દિપીકા પાદુકોણ, રકુલ પ્રિત સિંહ, શ્રદ્ધા કપૂરના આઘાતજનક નામ પણ સામે આવ્યા છે. એનસીબી હવે આ તમામની પૂછપરછ કરી રહી છે. આ કિસ્સામાં સેલેબ્સની પ્રતિક્રિયાઓ સતત બહાર આવી રહી છે. તે જ સમયે હવે બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાનની એક પોસ્ટની ચર્ચા સોશિયલ મીડિયામાં થઈ છે. સુહાનાએ સોશિયલ મીડિયા પર મહિલાઓ પ્રત્યેના ખોટા અને દ્વેષપૂર્ણ વર્તન અંગે પોતાના મંતવ્યો શેર કર્યા છે.

સુહાને લખી આ પોસ્ટ

સુહાના ખાને તાજેતરમાં જ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ઇન્સ્ટા સ્ટોરી શેર કરી છે. સુહાનાની આ ઇન્સ્ટા સ્ટોરી અંગ્રેજીમાં છે. તેણે લખ્યું, ‘મિસોયોગિની ન માત્ર મહિલાઓ પ્રત્યે નફરત છે, પરંતુ તે મહિલાઓ પ્રત્યે એક પ્રકારનું દ્વેષપૂર્ણ વર્તન છે. તમારે સચેતપણે એવું વિચારવાની જરૂર નથી કે તમે સ્ત્રીઓને ધિક્કારતા હો છો પરંતુ તમારી જાતને પૂછો કે જ્યારે કોઈ સ્ત્રી કાંઈક એવું કરે છે કે જે તમને લાગે છે કે તે પુરુષ દ્વારા કરવામાં આવ્યું હોત તો કેમ તેના કરતાં વધુ પ્રતિક્રિયાશીલ લાગે છે.’

સુહાના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ

સુહાના ખાનની મહિલાઓ અંગેની આ પોસ્ટ સોશિયલ મીડિયામાં અત્યંત વાયરલ થઈ રહી છે. સુહાના ખાન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. તે સોશિયલ પ્લેટફોર્મ પર તેની નવીનતમ તસવીરો અને વીડિયો શેર કરતી રહેતી હોય છે. સુહાનાના લેટેસ્ટ અપડેટ્સ તેના ફેન્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવતા હોય છે. જોકે સુહાના આ પ્રકારની પોસ્ટ ભાગ્યે જ જોવા મળે છે.

READ ALSO

Related posts

કોરોના મહામારીમાં નોકરી ગુમાવનારને ESIC ત્રણ મહિના સુધી અડધો પગાર આપશે, ઓનલાઈન કરી શકો છો અરજી

Nilesh Jethva

OMG: બસ ચોરી થવાની વાત સાંભળી હશે, પણ અહીં તો આખેઆખુ બસ સ્ટોપ જ ચોરી થઈ ગયું, જાણકારી આપનારને મળશે ઈનામ

Pravin Makwana

અમદાવાદ જિલ્લાના ખેડૂતોને કૃષિ રાહત પેકેજ હેઠળ 24.06 કરોડની સહાય ચૂકવવામાં આવી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!