GSTV

માતા સાથે મુંબઈના વરસાદની મજા માણતી જોવા મળી સુહાના ખાન, Viral થઈ આ Photos

Viral

Last Updated on June 5, 2020 by Arohi

બોલિવૂડના સુપર સ્ટાર શાહરુખ ખાનની પુત્રી સુહાના ખાન આજકાલ સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચામાં રહે છે. મુંબઈમાં નિસર્ગ વાવાઝોડાને કારણે ભાર વરસાદ પડ્યો હતો. ઘણા લોકોને આ વરસાદથી તકલીફ પડી હતી તો ઘણાએ તેની ભરપુર મજા પણ માણી હતી. આ મજા માણનારાઓમાં શાહરુખની પત્ની ગૌરી ખાન અને તેની પુત્રી સુહાના ખાન પણ સામેલ હતા. સુહાનાની એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral) થઈ છે જેમાં તે પોતાની માતા ગૌરી ખાન સાથે વરસાદની મજા માણી રહી છે. તેણે કેપ્શનમાં લખ્યું છે… મુંબઈના વરસાદની મા માતા ગૌરી ખાન સાથે. સુહાનાનો આ ફોટો તેની ફેન ક્લબે શેર કર્યો છે.

View this post on Instagram

Exclusive: Enjoying 1st rain with mum?? #suhanakhan

A post shared by Suhana Khan (@suhanakhan__fb) on

માતા સાથે બાલ્કનીમાં બેઠી છે સુહાના

સુહાના ખાન લોકડાઉન અગાઉ તેના પરિવાર સાથે અમેરિકામાં હતી. વાયરલ થયેલા ફોટોમાં તે પોતાની માતા સાથે બાલ્કનીમાં બેઠી છે. તે ખુરશીમાં બેઠી છે અને સામે રાખેલા ટેબલ પર પગ રાખીને બેઠી છે. ફોટોમાં દેખાય છે કે વરસાદ પડી રહ્યો છે અને બંને મા-દિકરી વસાદની મજા માણી રહ્યા છે.

બોલિવુડમાં એન્ટ્રી વગર જ સુહાના લોકપ્રિય

સુહાના ખાને હજી સુધી બોલિવૂડમાં એન્ટ્રી લીધી નથી પરંતુ તે છતાં તે કોઈ સ્ટાર કરતાં ઓછી લોકપ્રિય નથી. સોશિયલ મીડિયા પર લાખો ફેન્સ તેને ફોલો કરતા હોય છે.  જે આ ફોટો ક્યારનો છે તે તો જાણી શકાયું નથી પરંતુ હાલમાં મુંબઈમાં વરસાદ પડી રહ્યો છે અને એ જ વખતે તેનો આ ફોટો વાયરલ થયો છે.

Read Also

Related posts

Corona / કોરોના વિરૃદ્ધ ગુજરાતીઓમાં કેમ બની વધુ એન્ટિબોડીઝ? વૈજ્ઞાનિકોએ રહસ્ય પરથી ઉઠાવ્યો પડદો

Vishvesh Dave

Photos / મિલાન ફેશન વીકમાં રજૂ થયા ચિત્ર-વિચિત્ર વસ્ત્રો, જૂઓ ફેશનની લેટેસ્ટ તસવીરો

Zainul Ansari

Careful : નવરાત્રીને લઈને નવી કોરોના ગાઇડલાઇન પર જાણો શું કહે છે તબીબી નિષ્ણાતો?

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!