GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

શેરડીનાં ખેડૂતોના બાકી 20 હજાર કરોડ ચૂકવવા માટે ગળી મધ ખાંડ બનશે મોળી : મોદી સરકાર લેશે આ મોટો નિર્ણય

શેરડીના ખેડૂતો પોતાના બાકીના કારણે પરેશાન થઈ રહ્યાં છે. 2019-20માં શેરડીના ખેડૂતોનું ખાંડની મીલો ઉપર આશે 22 હજાર કરોડ રૂપિયા બાકી છે. તેવામાં સરકાર આ ખેડૂતોને રાહત આપવા માટે મહત્વનું પગલું લઈ શકે છે. સુત્રોના જણાવ્યાં પ્રમાણે, સરકાર જલ્દી જ ખાંડના ભાવોમાં વધારો કરી શકે છે.

કેટલો વધી શકે છે ભાવ ?

રિપોર્ટ પ્રમાણે સરકાર ખાંડની કિંમતોમાં આશે 2 રૂપિયા પ્રતિકિલોના પ્રમાણે વધારી શકે છે. સચિવોની એક કમિટિમાં ખાંડની કિંમતો રૂપિયા 2 વધારવાની મંજૂરી મળી છે. આશા રાખવામાં આવી રહી છે કે આ નિર્ણયથી ખાંડની ફેક્ટરીઓની કેશ ફ્લોમાં વધારો થશે. અને કંપનીઓ આસાનીથી ખેડૂતોની ચૂકવણી કરી શકે છે.

નીતિ આયોગ અસહમત

પાછલા સપ્તાહમાં સચિવોના એક ગ્રુપે ખાંડની કિંમતોમાં વધારો કરવાના લઈને પોતાની સહમતી આપી હતી. ત્યારે આ સૂચન ખાંડ ઉત્પાદન કરતા મોટા રાજ્યો તરફથી પણ આવ્યું હતું. હવે તેના ઉપર થનારા અંતિમ નિર્ણયની રાહ જોવાઈ રહી છે. જો કે, નીતિ આયોગે આ નિર્ણય ઉપર પોતાની અસહમતી દર્શાવી છે.

ખેડૂતોના પક્ષમાં પગલા લેવાશે

ખાંડ ઉત્પાદન વર્ષની ગણના દર વર્ષે 1 ઓક્ટોમ્બરથી આવનારા વર્ષની 30 સપ્ટેમ્બર સુધી કરવામાં આવે છે. સરકારી અધિકારીઓનું માનીએ તો આ નિર્ણયથી ખેડૂતોની મદદ થશે, આવા પગલા લેવા જોઈએ.

કેટલું છે દેવું ?

રાજ્યના સૂચિત ભાવ મુજબ શેરડીનાં ખેડુતો માટે ખાંડ મિલોનો આશરે 22 હજાર 79 કરોડ રૂપિયા બાકી છે. તે જ સમયે, કેન્દ્ર સરકારના વાજબી અને મહેનતાણાના ભાવ મુજબ, બાકીની રકમ 17 હજાર 683 કરોડ રૂપિયા છે.

Related posts

નિઝામુદ્દીન મરકઝમાં આવેલા 34 વિદેશી જમાતીઓ દેશ છોડવા તૈયાર નથી, સરકારે કર્યો છે આટલો દંડ

Mansi Patel

વડાપ્રધાનને સલામ: દુનિયાનો એક એવો દેશ જ્યાં કોરોનાને છે નો એન્ટ્રી, 100 દિવસમાં એક પણ કેસ આવ્યો નથી

Pravin Makwana

મિહિકા બજાજ સાથે લગ્નના બંધનમાં બંધાયા રાણા દિગ્ગુબાટી, જુઓ લગ્નના સુંદર ફોટો

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!