GSTV
Home » News » ખાંડ સસ્તી થઇ, x-Factory ભાવોમાં સપ્તાહમાં રૂ. અઢીનો ઘટાડો

ખાંડ સસ્તી થઇ, x-Factory ભાવોમાં સપ્તાહમાં રૂ. અઢીનો ઘટાડો

નવી સિઝનની ખાડની આવક વધતા, વધુ પ્રોડક્શનની સંભાવના અને કેટલીક મીલ તરફથી ઉતાવળમાં વેચાણ કરવાથી ગત એક પખવાડિયામાં ખાંડના ભાવ લગભગ ૫ ટકા ઓછા થયા છે.

આ કારણથી સુગર ઇન્ડસ્ટ્રીએ ઇમ્પોર્ટ ડયૂટીમાં વધારો કરવા અને  ટ્રેડર્સ પરની સ્ટોક લીમીટને હટાવવાની માંગણી કરી છે. ઉત્તર પ્રદેશ સુગરમીલ એશોશીઅનના સેક્રેટરીના જણાવ્યા અનુસાર ખાંડની કિંમતોમાં ઘટાડો થઇ રહ્યો છે. અમને ગત ત્રણ અઠવાડિયામાં રૂ.૨૦૦ પ્રતિ ક્વીન્ટલનું નુકશાન થયું છે. અમે ખાંડ પર ઇમ્પોર્ટ ડયૂટી વધારીને ૬૦ ટકા કરવાની માંગ કરી છે. હાલમાં ખાંડ પર ૫૦ ટકા ઇમ્પોર્ટ ડયૂટી લાગે છે.

ઉત્તર પ્રદેશમાં મીલમા ખાંડના ભાવ ગત ત્રણ સપ્તાહમાં રૂ.૩૬.૫૦ પ્રતિ કિ.ગ્રા.થી ઘટીને રૂ.૩૪ પ્રતિ કિ.ગ્રા. થવા પામ્યા છે.  રાજ્યોની મીલો પાસે ગત વર્ષના પ્રોડક્શનની લગભગ ૧૪ ટકા ખાંડ પડી છે.

નવી સિઝનની ખાંડ માર્કેટમાં આવવાના કારણે જૂની ખાંડ ડિસ્કાઉન્ટમાં વેચવામાં આવી રહી છે. યુ.પી.માં ૧૧૯ ખાંડ મીલમાંથી ૧૦૯ એ ક્રશીંગની શરૂઆત કરી દીધી છે. આવનાર દિવસોમાં નવી ખાંડની માત્રામાં વધારો જોવા મળશે.

ઠંડીમાં કોલ્ડ્રીંક અને આઇસ્કીમની માંગ ઓછી રહેતી હોવાથી અને કોઇ મોટો તહેવાર ન આવવાના કારણે ખાંડની માંગ ઓછી રહે છે. ખાંડ મીલો દ્વારા જૂનો સ્ટોક હાલમાં કાઢવાને કારણે ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કેટલાક મીલ માલિકો દ્વારા ટ્રેડર્સ પાસેથી એડવાન્સ પેમેન્ટ લેવામાં આવેલ હતું. અને તે કારણથી તેમને ખાંડ વેચવા માટે મજબૂર થવું પડયું છે.

જોકે સુગર ઇન્ડસ્ટ્રીને આશા છે કે, સરકાર ભાવને વધુ ઘટવા નહી દે કારણ કે ૨૦૧૭-૧૮ માટે શેરડીના ભાવ વધારવામાં આવ્યા છે. એક સૂત્રના જણાવ્યા અનુસાર ટૂંક સમયમાં જ ટ્રેડર્સ પરની સ્ટોક લિમીટ હટાવવા અંગેના નિર્ણયની જાહેરાત કરવામાં આવશે. ઇંડસ્ટ્રીને એ અંગે જાણકારી છે કે, ખાંડનું ઉત્પાદન વધવાના અનુમાનના કારણે કિંમતો પર દબાણ રહેશે

Related posts

સાવધાન! આ વેબસાઈટ પરથી ક્યારેય ન ખરીદો વીમો, બેન્ક એકાઉન્ટ થઈ જશે ખાલી

Arohi

ખરાબ સમયમાં આ રીતે RuPay કાર્ડ કરશે મદદ, મળશે 10 લાખ રૂપિયા

Arohi

અનિલ અંબાણી જૂથની રિલાયન્સ કોમ્યુનિકેશન જ બેન્કોના એક લાખ તેત્રીસ હજાર કરોડ ડૂબાડશે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!