એક રૂપિયામાં મળી રહ્યું છે ખાંડ, દાળ અને તેલ , ઇ-કોમર્સ કંપનીઓ થઈ મહેરબાન

દેશની મોટી ઇ-કૉમર્સ કંપનીઓ એક રૂપિયામાં ઘણી બધી વસ્તુઓ ગ્રાહકોને આપે છે. ફ્લિપકાર્ટથી લઇને એમેઝોન અને શોપક્લુસ એમ બધા પર આ પ્રકારની ઓફર છે. મુખ્ય ઇ-કૉમર્સ કંપની ફ્લિપકાર્ટ એક નવી ઓફર લઈને આવે છે. કંપની તમને માત્ર રૂ. 1 રૂપિયામાં દાળ, તેલ અને ખાંડ આપી રહી છે. હાલમાં આ ઓફર સંપૂર્ણ દેશમાં લાગુ છે.

લોકોને એક રૂપિયામાં વગર સલ્ફર વાળી ખાંડ, અડદની દાળ અને એક લિટર સરસોનું તેલ મળી રહ્યું છે. જોકે આ ઓફર લેવા માટે ઓછામાં ઓછી 500 રૂપિયાની ખરીદી અલગથી કરવી પડશે. કંપનીની વેબસાઇટ પર અન્ય ઘણા દૈનિક ઉપયોગની વસ્તુઓ અડધાથી ઓછી કિંમતે મળે છે. આમાં ગ્રાહકો માટે તક છે કે તે સસ્તામાં ઘરની ઉપયોગિતા વસ્તુ લઈ શકે.

ઑનલાઇન કંપની શોપક્લુસ.કોમ પર ઘણી વસ્તુઓ પર 90 ટકા સુધી છૂટછાટ છે. અહીં તમે કપડાંથી લઈને અન્ય ઉપયોગી સામાન ખરીદી શકો છો.

એમેઝોન પેન્ટ્રી પર ગ્રાહકોને અનેક વસ્તુઓ 50 ટકા ડિસ્કાઉન્ટ પર મળે છે. તેમાં વૉશિંગ પાઉડર, શેમ્પૂ, સ્કીન ક્રીમ, શેવિંગ ક્રીમ અને રેઝર, ટૂથ બ્રશ અને ટૂથ પેસ્ટ, બાળકોનાં ડાયપર, સ્ત્રીઓ માટે સેનેટરી પૅડ વગેરેનો સમાવેશ થાય છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter