GSTV
Home » News » વર્લ્ડ કપ પછી ભારતને ત્રીજો ઝટકો, ધવન-ભુવી પછી આ ખોલાડી પણ મેચની બહાર

વર્લ્ડ કપ પછી ભારતને ત્રીજો ઝટકો, ધવન-ભુવી પછી આ ખોલાડી પણ મેચની બહાર

આઈસીસી વર્લ્ડ કપ-2019મા ખેલાડીઓનુ ઈજાગ્રસ્ત થવુ ચાલુ જ છે. ટીમ ઈન્ડિયાને એક મોટો ઝટકો લાગી શકે છે. ભારતીય ટીમના ઈજાગ્રસ્ત ખેલાડીઓની લિસ્ટમાં વિજય શંકરનું નામ આવ્યુ છે. વિજય શંકરને બુધવારના રોજ વરસાદના કારણે પગના અંગુઠામાં ઈજા પહોંચી હતી.

28 વર્ષના વિજય શંકરની ઈજાઓ વધારે નથી પણ તેનાથી ટીમ ઈંડિયામાં ડરનો માહોલ પેદા થયો છે. બુધવારે અભ્યાસ મેચમાં જસપ્રીત બુમરાહનો યોર્કર શંકરના પગમાં લાગ્યો જેનાથી તેની આંગળીમાં ઈજા પહોંચી.

સુત્રોએ જણાવ્યું કે ચિંતાની કોઈ વાત નથી. બોલ તે સમયે તેના પગમાં લાગ્યો હતો અને ત્યારે તેમને ખુબ જ પીડા ઉપડી હતી પરંતુ પાછળથી તે બરોબર થઈ ગઈ હતો.

ઉલ્લેખનીય છે કે ટીમ ઈન્ડિયા પોતાના વિજય રથ પર સવાર છે. ઓપનર બેટ્સમેન શિખર ધવનની બહાર થવાથી તેમની આશાઓને ઝટકો લાગ્યો છે. ધવનના ડાબા હાથ પર ઈજા થવાથી તે બહાર થઈ ગયો છે.

ધવનની જગ્યાએ ઋષભ પંતને આપવામાં આવી છે. જ્યારે બીજી તરફ ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર પણ ઈજાઓના કારણે બહાર થઈ ગયો છે. ભારતનો આગળનો મુકાબલો શનિવારના રોજ અફગાનિસ્તાનની સામે રમવામાં આવશે.

વિજય શંકરે પાકિસ્તાનની વિરૂદ્ધ મેચમાં પોતાને સાબીત કર્યુ કે તે બોલ સાથે કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે. ભુવનેશ્વરના મેદાનની બહાર ગયા પછી વિજય શંકરને તેની જગ્યા આપી હતી

READ ALSO

Related posts

રાજકુમાર રાવ-નુસરત ભરુચાની ફિલ્મ ‘તુર્રમ ખાન’માં થયો મોટો બદલાવ, ટાઈટલ થયુ ચેન્જ

Mansi Patel

લાલસિંહ ચડ્ડાનાં સેટ પરથી આમિરખાનનો નવો લુક થઈ રહ્યો છે વાયરલ

Mansi Patel

Vodafone Idea, Bharati Airtel અને Jioના પ્લાન મોંઘા થવાથી કંપની ગ્રાહકોને આપી શકે ફાયદો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!