GSTV

પેટની ભૂખ: અચાનક રસ્તાઓ પર ઉતરી આવ્યું અસંખ્ય વાંદરાઓનું ટોળું, ચાર મીનિટ માટે લગાવ્યો ટ્રાફિક જામ

Last Updated on July 27, 2021 by Pravin Makwana

વાંદરાઓને જોઈને સૌ કોઈ તેનાથી દૂર રહેવાનું પસંદ કરતો હોય છે, કારણ કે આ જાનવર ગમે ત્યારે હુમલો કરી દે કંઈ નક્કી નહીં. પણ જો એક સાથે કેટલાય વાનરોનું ટોળુ આપની સામે આવી જાય તો…કંઈક આવો નજારો થાઈલેન્ડના રસ્તાઓ પર જોવા મળ્યો હતો. જ્યાં એક સાથે કેટલાય વાનરો રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. કારણ પણ કંઈક એવુ જ હતું જેના કારણે વાનરોની આખો ફૌજ એક સાથે રસ્તા પર ઉતરી આવી.

ભૂખ્યા વાનરોએ હોબાળો મચાવ્યો

એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર અહીં વાનરોને નજીકમાં આવેલા મંદિરમાં મોટી સંખ્યામાં ટૂરીસ્ટો આવતા હોય છે, જે ખાવાનું આપતા હોય છે. પણ કોરોના વાયરસના કારણે હવે આ મંદિરોમાં કોઈ આવતા નથી. એટલુ જ નહીં લોપબુરીમાં વાનરોએ જ્યારે મંદિરમાં ખાવાનું નથી મળતુ તેના કારણે રસ્તા પર ઉતરી આવ્યા હતા. જ્યાં લોકોએ પણ તેને જોવા માટે ભીડ એકઠી કરી હતી. રસ્તા પર લઈ રહેલા વાનરોના કારણે લગભગ ચાર મિનીટ જેટલો ટ્રાફિક જામ થઈ ગયો હતો.

ચોક પર જામ લગાવી દીધો

અહીં વાનરોએ કોઈ પણ વાહનોને આગળ વધવા દીધા નહોતા. ખાવાની કમીના કારણે વાનરો અલગ અલગ જગ્યાએ ભટકી રહ્યા હતા. કેટલીય વાર તો કોઈ એક થેલી દેખાય તો, વાનરો હુમલા કરી દેતા હોય છે. ટૂરીસ્ટોના કમીના કારણે હવે વાનરો ભૂખ્યા રહે છે અને ખાવાની વસ્તુઓ શોધતા રહે છે. અધિકારીઓને મોટા પાયે નસબંધી કાર્યક્રમ ચલાવીને વાનરોની સંખ્યા નિયંત્રિત કરવાની કોશિશ કરી રહ્યા છે.

READ ALSO

Related posts

બિહારની આ હૉટ હસીનાએ પાર કરી બોલ્ડનેસની તમામ હદો, ફોટોઝ જોઇને ઉડી જશે તમારા હોંશ

Bansari

સલમાન ખાનના જીવન પર બનવા જઈ રહી છે વેબ સિરીઝ, ખુલી શકે છે એક્ટરના જીવન સાથે જોડાયેલા ઘણાં રાઝ

Damini Patel

અતિઅગત્યનું/ 1 તારીખથી તમારી સેલરી અને બેંકમાં જમા રૂપિયાના આ નિયમો બદલાઇ જશે, આવક પર પડશે સીધી અસર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!