GSTV
Sports Trending Videos

Ind Vs SA / મેદાનમાં અચાનક સાપ ‘ક્રિકેટ’ રમવા આવ્યો, રાહુલ સહિતના ખેલાડી ચોંકી ગયા

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટી-20 સિરીઝની બીજી મેચ ગુવાહાટીમાં રમાઈ રહી છે જેમાં આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો પરિણામે ભારત પ્રથમ બેટિંગ કરી રહ્યું છે. અત્યાર સુધીમાં તેમ ક્રિકેટના ગ્રાઉન્ડમાં ડોગ આવવાના પગલે મેચ રોકવી પડી હોય તેવું સાંભળ્યું હશે પણ મેદાનમાં સાપની એન્ટ્રી થતા મેચ રોકવી પડી હોય તેવું પહેલી વાર સાંભળી રહ્યા હશો.

ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા અને વાઈસ કેપ્ટન બેટિંગ કરી રહ્યા હતા આ દરમિયાન આઠમી ઓવરમાં અચાનક ક્રિકેટના ગ્રાઉન્ડમાં એન્ટ્રી થતા ખેલાડીઓ સહિત દર્શકો પણ ચોંકી ઉઠ્યા હતા ત્યારે ગ્રાઉ્ન્ડ સ્ટાફ મેદાનમાં આવીને સાપને પકડીને બહાર લઈ નીકાળ્યો હતો જોકે, મેચ 10 મિનિટ માટે રોક્યા બાદ ફરી શરૂ કરવામાં આવી હતી.

બન્ને ટીમની પ્લેઇંગ

ભારત- રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત (વિકેટકીપર), દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, હર્ષલ પટેલ, દીપક ચહર, આર. અશ્વિન અને અર્શદીપ સિંહ.

સાઉથ આફ્રિકા- ટેમ્બા બાવુમા (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), રિલી રોસોયુ, એડન માર્કરામ, ટ્રિસ્ટન સ્ટબ્સ, ડેવિડ મિલર, વેઈન પાર્નેલ, કાગિસો રબાડા, એનરિક નોર્કિયા, કેશવ મહારાજ અને લુંગી એનગીડી.

નોંધનીય છે કે, ભારતે સાઉથ આફ્રિકા પ્રથમ ટી-20 હરાવ્યું ત્યારે આજે બીજી ટી-20 મેચ જીતીને શ્રેણી જીતવા પર હશે. ટીમ ઈન્ડિયા ભારતની ધરતી પર ક્યારેય સાઉથ આફ્રિકા વિરુદ્ધ T20 સિરીઝ જીતી શકી નથી. બંન્ને ટીમ વચ્ચે 2015માં પ્રથમ વખત T20 સિરીઝનું આયોજન થયું હતું, જેમાં 0-2થી ભારતને હાર મળી હતી.

READ ALSO

Related posts

સાયબર ફ્રોડની નવી રીતો… લોકો માટે આવી રહ્યા છે આ 5 SMS, એક ક્લિક કરવાથી એકાઉન્ટ થઈ જાય છે ખાલી !

Kaushal Pancholi

મોંઘી થશે વીમા પોલિસી! / IRDAIના નવા નિયમની પડશે મોટી અસર, નિષ્ણાતો પાસેથી જાણો કેવી રીતે ગ્રાહક તેમનું પ્રીમિયમ ઘટાડી શકે છે

Hardik Hingu

ગુજરાત ચૂંટણીમાં આફ્રિકન એન્ટ્રી/ વિશેષ આદિવાસી બુથ પર મતદાનનો મળ્યો પહેલો મોકો, જંબૂરમાં વોટ કરવાની ખુશીમાં મચાવી ધમાલ

HARSHAD PATEL
GSTV