GSTV
Cricket Sports Trending

IND vs SA / રોહિત સેનામાં અચાનક આ ઘાતક ખેલાડીની એન્ટ્રી, આવતીકાલે પ્રથમ ટી-20

ભારતે ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે 2-1થી ટી-20 શ્રેણી જીતી લીધી છે ત્યારે આ સ્થિતિ વચ્ચે દક્ષિણ આફ્રિકા વચ્ચે 3 મેચની ટી-20 શ્રેણીની પ્રથમ મેચ આવતીકાલે એટલે કે 28 સપ્ટેમ્બરે સાંજે 7 વાગ્યાથી રમાશે. આ ટી20 સીરીઝ માટે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ અચાનક જ ટી20 ટીમમાં ઘાતક ખેલાડી દિપક ચાહરની એન્ટ્રી કરાવી છે. આ ખેલાડી પોતાના દમ પર ભારત માટે મેચ જીતી શકે છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ આ T20 સિરીઝ જીતવા માટે મોટું માસ્ટર કાર્ડ રમ્યું છે. જોકે ગુજ્જુ ખેલાડી હાર્દિક પંડ્યાને આ સીરીઝમાં આરામ આપવામાં આવ્યો છે.

દક્ષિણ આફ્રિકા સામેની ટી-20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયામાં તેની સૌથી મોટી મેચ વિનરની અચાનક વાપસી થઈ છે, જેના કારણે દક્ષિણ આફ્રિકાની ટીમ પણ ભય ફેલાઈ ગયો હશે. આ ખેલાડીમાં આખી મેચ પોતાના દમ પર ફેરવી શકે છે. ભારતના સ્ટાર સ્વિંગ બોલર દીપક ચહરની એન્ટ્રી થઈ છે.

દીપક ચહર સ્પીટ સિવાય શાનદાર સ્વિંગ ધરાવે છે. દીપક ચહર શરૂઆતની અને છેલ્લી ઓવરોમાં ઘાતક બોલિંગ કરીને વિકેટ લેવાની કળા ધરાવે છે. દીપક ચહર સતત તેની ગતિ અને બોલિંગને અલગ-અલગ ભિન્નતા સાથે મિશ્રિત કરે છે, જે તેને બેટ્સમેનો માટે વધુ ખતરનાક બનાવે છે.

Read Also

Related posts

Phobia / જાણો માણસોમાં રહેલા 6 અજીબોગરીબ ફોબિયા વિશે, જે સામાન્ય લોકોના ડરથી છે બિલકુલ અલગ

GSTV Web Desk

Amul Milk Price: શું વધવાની છે Amul દૂધની કિંમત? જાણો કંપનીએ શું જવાબ આપ્યો

GSTV Web Desk

બિગ બોસના ઘરમાં અર્ચના અને સાજિદ ખાન વચ્ચે ઝઘડો, સલમાન ખાને શોમાં બંનેને ખખડાવ્યા

Akib Chhipa
GSTV