GSTV

BIG BREAKING: આફ્રિકન દેશ સુદાનમાં તખ્તાપલટ: ઈન્ટરનેટ સેવા બંધ, સેનાએ પૂલોને પણ કર્યા બંધ: રાષ્ટ્રપતિ… પ્રધાનમંત્રી… નજર કેદ

Last Updated on October 25, 2021 by pratik shah

દક્ષિણ આફ્રિકાના સુદાનમાંથી સૌથી મોટા અહેવાલ સામે આવ્યા છે. આ દેશમાં તખ્તો પલટ થયો છે. સુદાનના સૈન્યદળોએ દેશના પ્રધાનમંત્રી અબ્દુલ્લા હમદોક(Abdalla Hamdok) ને નજરબંધ કર્યા છે. દેશનું નેતૃત્વ કરવાવાળા ઘણા લોકોને પણ હિરાસતમાં લઈ લીધા છે, જેના તખ્તા પલટના રૂપમાં જોવામાં આવી રહ્યા છે. લેટેસ્ટ રિપોર્ટના અનુસાર સૈનિકોએ સૂડાન ટીવી અને રેડિયોનામુખ્યાલયો પર હલ્લા બોલ કર્યો અને સ્ટાફ સદસ્યોની પણ ધરપકડ કરી છે.

બીજી તરફ પ્રધાનમંત્રીના હાલના સ્થાન વિશે કોઈ મહત્વની જાણકારી મળી નથી. આ વચ્ચે સુદાનના સરકારી ન્યૂઝ ચેનલોએ દેશભક્તિના ગીતો અને નીલ નદીના દ્રશ્યો દેખાડ્યા હતા. બીજીતરફ હજારો લોકોની ભીડ રાજધાની ખાર્તૂર્મ અને ઓમડુરમૈનના માર્ગો પર ઉતરી આવ્યા છે. ઓનલાઈન શેર કરવામાં આવેલા ફોટોગ્રાફસમાં દેખાઈ રહ્યું છે કે પ્રદર્શનકારીઓએ રસ્તો પણ બ્લોક કરી દીધો છે.

આરબ લીગે પણ સૂદાનમાં થઈ રહેલા ઘટનાક્રમ પર ચિંતા વ્યક્ત કરી છે. આરબ લીગના મહાસચિવ અબુસ ઘીતે તમામ પક્ષો ને રાષ્ટ્રપતિ ઉમર અલ બશીરને હચાવ્યા પછી ટ્રાંજિશન અંતર્ગત પછી થયેલા ઓગસ્ટ 2019ના સત્તા-સાજાકરણની સમજૂતીનું પાલન કરવાનો આગ્રહ કર્યો હતો. આ વચ્ચે સુદાનના પૂર્વ વિદ્રોહી નેતા અરમાને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર દાવો કર્યો છે કે તેમની પણ ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે હિરાસતમાં લેવામાં આવેલા સરકારી સદસ્યોમાં ઉદ્યોગ મંત્રી ઈબ્રાહિમ અલશેખ, સૂચના મંત્રી હમજા બલૌલ અને દેશની સત્તારૂઢ ટ્રાંજિશન બોડીના સભ્યો મોહમ્મદ અલ-ફિકી સુલેમાન અને ફૈસલ મોહમ્મગ સાલેહ સામેલ છે.

યુરોપીય સંઘ અને અમેરીકાએ જતાવી ચિંતા

યુરોપિયન યુનિયનના વિદેશી બાબતોના વડા જોસેપ બોરેલે સોમવારે ટ્વિટ કર્યું હતું કે સુદાનમાં લશ્કરી દળો દ્વારા વચગાળાના વડા પ્રધાન સહિત અનેક વરિષ્ઠ સરકારી અધિકારીઓની હિરાસતના અહેવાલ “અત્યંત ચિંતાજનક” છે અને તેઓ ઉત્તરના પૂર્વ આફ્રિકી રાષ્ટ્રમાં થઈ રહેલા તમા ઘટનાઓ પર નજર રાખી રહ્યા છે. બોરેલે લાંબા સમય સુધી શાસક રહ્યા, ઓમર અલ-બશીરની 2019માં હકાલપટ્ટી બાદ સુદાનના નિરંકુશતામાંથી લોકશાહી તરફના પગલાનો ઉલ્લેખ કરતા, યુરોપિયન યુનિયન તમામ હિસ્સેદારો અને પ્રાદેશિક ભાગીદારોને લોકશાહી શાસન પાછું લાવવા માટે હાકલ કરી છે.

READ ALSO

Related posts

દર્દનાક ઘટના / એક કુટેવે બનાવી દીધો પીશાચી, અવાવરુ નાળામાં લઈ જઈ ત્રણ વર્ષની બાળકી પર આચર્યું દુષ્કર્મ

Zainul Ansari

BIG BREAKING: અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ નહીં યોજાય, AMCની રિક્રિએશન કમિટીએ લીધો નિર્ણય

pratik shah

ખેડૂત આંદોલન/ કોંગ્રેસે સાધ્યું મોદી સરકાર પર નિશાન, સરકાર પાસે આઈબીથી લઈને દિલ્હી પોલીસ સુધીના દરેક પ્રકારના ડેટા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!