GSTV
Home » News » પ્રેમલગ્ન સમયે સપનાં દેખાડનાર પ્રેમીએ એવું કર્યું કે 10 જ મહિનામાં પ્રેમિકાએ લઈ લીધો આ નિર્ણય

પ્રેમલગ્ન સમયે સપનાં દેખાડનાર પ્રેમીએ એવું કર્યું કે 10 જ મહિનામાં પ્રેમિકાએ લઈ લીધો આ નિર્ણય

પ્રેમલગ્નના ૧૦ મહિનાના ટૂંકા સમયગાળામાં જ પતિના ત્રાસથી કંટાળીને ગળાફાંસો ખાઇને પરિણિતાએ જીવન ટુંકાવી દીધુ હતું. જે અંગે પરિણિતાના પિતાએ જમાઇ સામે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ અંગેની વિગત એવી છે કે આજવા રોડ રામપાર્ક સોસાયટીની  પાસે ગોવિંદધામ સોસાયટીમાં રહેતા અલીરઝા ઝાકીરહુસૈન મોમીન જમીન લે-વેચનો તેમજ દસ્તાવેજ કરી આપવાનો વ્યવસાય કરે છે. તેમની પુત્રી શીફાફાતેમા એમ.એસ. યુનિવર્સિટીમાં ભણતી હતી ત્યારે તેનો પરિચય ઉઝેર હુસનુદ્દીન મલ નામના યુવક સાથે થયો હતો. ત્યારબાદ બન્ને વચ્ચે  પ્રેમસંબંધ બંધાયો હતો. ઉઝેરના નાના-નાનીએ અલીરઝાના ઘરે આવી લગ્ન માટે માંગુ મુક્યું હતું.

બન્નેના પરિવારે રાજી થઈ કરાવ્યા હતા લગ્ન

છોકરા-છોકરી એકબીજાને પ્રેમ કરતા હોવાથી બન્નેના પરિવારજનોએ ગત તા.૨૪-૧૨-૨૦૧૮ના રોજ બંનેના લગ્ન કરાવ્યા હતા.  ઉઝેર મલ સરદાર એસ્ટેટ ચાર રસ્તા પાસે આવેલી ફાયર એકેડેમીની બાજુમાં એસ.એમ. કોમ્પલેક્સમાં રહેતો હતો અને કોમ્પલેક્સની નીચે જ તેની હેરસલૂનની દુકાન હતી. બે – ત્રણ મહિના સુધી શીફાને તેના પતિ અને સસરાએ સારી રીતે રાખી હતી. ઉઝેરની હેરકટિંગ સલૂનની દુકાન બરાબર ચાલતી ન હોઇ એ વાતનો ગુસ્સો તે પત્ની શીફા પર ઉતારતો હતો અને શીફાને મારઝુડ કરી નોકરી કરવા માટે દબાણ કરતો હતો. પરંતુ શીફા નોકરી કરવા માંગતી ન હોઇ પતિ વધુ ત્રાસ ગુજારતો હતો. 

શીફા થઈ ગર્ભવતી

ઓગસ્ટ મહિનામાં શીફા  ગર્ભવતી થઇ હતી. પરંતુ પતિ બાળક રાખવા માંગતો ન હતો અને આ મુદ્દે બંન્ને વચ્ચે ઝઘડો થયો હતો. પતિએ માર મારતા ત્રાસેલી શીફાએ સાત-આઠ ગોળીઓ ખાઇ લીધી હતી. શીફાની તબિયત  બગડતા તેને સિટિઝન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.  પરંતુ તે સમયે ઉઝેરના નાના-નાનીએ આવીને સમાધાન કરાવ્યુ હતું. ત્યારબાદ પણ ઉઝેર દ્વારા પત્ની પર ત્રાસ ગુજારી માર મારવામાં આવતો હતો જેથી કંટાળીને શીફાએ ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જે અંગે શીફાના પિતાએ જમાઇ વિરૃધ્ધ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે. 

Read Also

Related posts

ગુજરાતમાંથી ચોમાસુ જતું જ નથી, હવામાન વિભાગે ફરી કરી 2 દિવસ વરસાદની આગાહી

Mansi Patel

સુરતમાં યોજાશે અનોખા લગ્ન, મુખ્ય અતિથિનું નામ અને કંકોત્રી જોઈને તમે ચોંકી જશો

Nilesh Jethva

અમદાવાદમાં શ્વાન ખસીકરણની કામગીરીમાં ભ્રષ્ટાચાર, આ સંસ્થાને એક લાખનો દંડ ફટકારવામાં આવ્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!