GSTV
Home » News » દિગ્ગજ ઉદ્યોગપતિ રાહુલ બજાજે RBIના ગર્વરનરની તરફદરમાં કર્યા આવા વખાણ

દિગ્ગજ ઉદ્યોગપતિ રાહુલ બજાજે RBIના ગર્વરનરની તરફદરમાં કર્યા આવા વખાણ

કેન્દ્ર સરકાર અને RBI વચ્ચેની કથિત ખેંચતાણને લઈને ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ રાહુલ બજાજે RBIના ગવર્નર ઉર્જિત પટેલની તરફદારી કરી છે. રાહુલ બજાજે આરબીઆઈની સ્વાયતત્તાની સુરક્ષા માટે ઉર્જિત પટેલના વખાણ કર્યા છે. રાહુલ બજાજે કહ્યું છે કે સરકારે કલમ-સાતનો ઉપયોગ કરીને રિઝર્વ બેંક પર પોતાના ચુકાદાને થોપવો જોઈએ નહીં. ભારતીય રિઝર્વ બેંક અધિનિયમની કલમ-સાતનો ક્યારેય ઉપયોગ કરવામાં આવ્યો નથી. તેમણે આશા વ્યક્ત કરી છે કે 19મી નવેમ્બરે રિઝર્વ બેંકના નિદેશક મંડળની આગામી બેઠકમાં સરકાર અને નિયામક કેટલાક મામલામાં સંમતિ બનાવી લેશે.

બજાજે સ્પષ્ટપણે કહ્યું કે જો સરકાર કલમ-સાતનો ઉપયોગ કરશે. તો ઉર્જિત પટેલ પાસે રાજીનામું આપવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નહીં હોય. રાહુલ બજાજે કહ્યું છે કે જો સરકાર પોતાના વલણ પર અડગ રહેશે તો મામલો વણસી શકે છે. જો RBI અથવા ઉર્જિત પટેલ પોતાના વલણને વળગેલા રહે અને સરકાર કલમ-સાતને લાગુ કરશે. તો તેમના માનવા મુજબ ઉર્જિત પટેલને રાજીનામું આપવું પડે તેવી શક્યતા છે.

Related posts

ગુસ્સામાં ગર્લફ્રેન્ડને કહી દીધી કોલગર્લ, હવે 15 વર્ષે કોર્ટે આપ્યો આ ચૂકાદો

Mayur

દિવાળીના નાસ્તામાં સરસ મજાની બનાવો મિની ભાખરવડી

Dharika Jansari

ઇવીએમમાં ગડબડ કરી હોવાનું કબુલનારા ભાજપ નેતા બક્શિસસિંહ પ્રામાણિક : રાહુલ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!