આચાર્ય ચાણક્ય કહે છે કે એવા કેટલાક લોકો છે કે તેમની પાસે ક્યારેય પૈસા ટકતા નથી અને આવે તો પણ કોઈ કોઈ રીતે જતા રહે છે. આચાર્ય ચાણક્યના કહેવા પ્રમાણે કોઈ પણ વ્યક્તિ જો ગંદો રહેતો હોય અથવા મેલા કપડા પહેરીને ફરતો હોય તેની પાસે ક્યારેય પૈસા ટકતા નથી.
આચાર્ય ચાણક્યના કહેવા પ્રમાણે આ પ્રકારના માણસો પાસે ક્યારેય પૈસા ટકતા નથી
- કોઈ પણ વ્યક્તિ જો ગંદો રહેતો હોય અથવા મેલા કપડા પહેરીને ફરતો હોય તેની પાસે ક્યારેય પૈસા ટકતા નથી.
- જે વ્યક્તિના દાંતોમાં હંમેશા ગંદકી રહેતી હોય તેવા લોકો પાસે ક્યારેય ધન ટકતું નથી
- જે આદમી વધારે પડતો ખાઉધરો હોય અને તેનો સ્વભાવ સતત ખાવા માટે તરસતો હોય તેવા લોકો પાસે પણ પૈસા ટકતા નથી.
- જો તમે સુર્ય ઉગતા અને સુર્ય આથમતા સમય સુધી સુતા રહો તો આ આદત ખૂબ જ ખરાબ છે. તેથી આવી આદત હોય તો તાત્કાલિક દુર કરો.
- જે વ્ચક્તિ સુર્ય ઉગ્યા પછી પણ સુતો રહે તેવા લોકોની પાસે ક્યારેય પૈસા ટકતા નથી.
આવા માણસો પાસે લક્ષ્મી જવાનુ પસંદ કરે છે
આચાર્ય ચાણક્યના જણાવ્યા પ્રમાણે એવા લોકો કે તે ભલે ગમે તેટલા મોટા હોય પરંતુ લક્ષ્મી એવા લોકો પાસે જ જવા માટે પસંદ કરે છે કે જે લોકો આળસુ નથી અને ચોખ્ખા હોય છે તેવા લોકો પાસે જવા પસંદ કરતી હોય છે. અને તેટલા માટે આળસુ લોકોએ પોતાની જાતનો સુધારો કરવો જોઈએ. દરેક વ્યક્તિના જીવનમાં હંમેશા એક દોસ્ત હોવો જોઈએ, અને એક મિત્ર જ સર્વશ્રેષ્ઠ પૈસા સમાન હોય છે અને સંકટ સમયે તેજ કામ આવતો હોય છે. જે વ્યકિત આ પ્રકારનો હશે તેની પાસે લક્ષ્મી જવા માટે તત્પર હોય છે.
READ ALSO
- દાહોદમાં લૂંટના ઈરાદે હત્યા : ઝાલોદમાં બાઈકસવાર દંપતી પર લૂંટારૂઓએ હુમલો કરતા મહિલાનું મોત, પોલીસે તપાસ હાથ ધરી
- કેરળમાં હજી ચોમાસું પહોંચ્યું નથી, હવામાન વિભાગે કહ્યું- 3-4 દિવસનો થઈ શકે છે વિલંબ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ મમતાએ મૃત્યુના આંકડા પર ઉઠાવ્યા સવાલ, રાહુલે માંગ્યું રેલવે મંત્રીનું રાજીનામું
- મહારાષ્ટ્ર : ચંદ્રપુરના કાનપા ગામ પાસે ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના મોત
- 5 જૂન સોમવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયાં