કોઈપણ દેશને તેની ગરીબીની વાત દુનિયા સામે આવેલ તેમ પસંદ હોતું નથી એવી જ રીતે કતરને પણ તેની ગરીબીની વાત દુનિયા સામે આવે તે પસંદ નથી આથી કતરમાં ગરીબી વિશે કે ગરીબો વિશે કોઈ ભાગ્યે જ બોલવા તૈયાર થાય છે. ત્યારે કત્તરમાં ગરીબી કેવી છે તે જાણવું રસપ્રદ રહેશે.

કતરમાં લગભગ 30 લાખ લોકો
કતરમાં ગરીબો સાથે બરાબર રીતે વાત કરવામાં આવતી નથી અને ખાસ કરીને તેમને પર્યટક સ્થળોથી અને વિદેશી મહેમાનોથી દૂર રાખવામાં આવે છે અને છુપાવવામાં આવે છે. તેલ અને ગેસ ઉત્પાદનને લઈને ખૂબ મોટું માર્કેટ હોવાથી વિદેશી પ્રવાસી મજૂર કતર આવવા માટે આકર્ષાય છે. કતરમાં લગભગ 30 લાખ લોકો રહે છે. જેમાંથી ત્રણ લાખ જ કતરના નાગરિકો હશે બાકીના લોકો વિદેશી છે.
પગાર ધોરણમાં ખૂબ મોટો તફાવત
કતરમાં નાગરિકો અને પશ્ચિમી દેશોના અપ્રવાસીઓને સારો પગાર અને સારી સામાજિક સુવિધા આપવામાં આવે છે. સામાન્ય રીતે તો ગરીબો ખૂબ ઓછા જોવા મળે છે પરંતુ કતરમાં નાગરિકો અને પ્રવાસીઓ સાથે ભેદભાવ પૂર્ણ વર્તન કરવામાં આવે છે. પગાર ધોરણમાં ખૂબ મોટો તફાવત જોવા મળે છે.
એક સાથે છ લોકોને રૂમ શેર કરવો પડે
ઉપરાંત કતરમાં ગયેલા અન્ય દેશના લોકોને પૈસા બચાવવા માટે એક સાથે છ લોકોને રૂમ શેર કરવો પડે છે ઉપરાંત ડબલ મજૂરી પણ કરવી પડે છે. કતરમાં ન્યૂનતમ પગાર ધોરણ નિશ્ચિત છે પરંતુ ત્યાંના ખર્ચાના પ્રમાણમાં બચત મુશ્કેલ બને છે જેના કારણે લોકો ઝડપથી ધનવાન થઈ શકતા નથી અને ગરીબોની વ્યાખ્યામાં તેમનો સમાવેશ થાય છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- અપૂરતી ઊંઘની સમસ્યા સામે અસરકારક સાબિત થઈ શકે છે ચેરીનું જ્યુસ, જાણો તેના ફાયદા
- અનોખો કિસ્સો: પોપટે એવુ કારનામુ કર્યુ કે માલિકને થઈ ગઈ જેલ
- સરકારે રાતોરાત જંત્રીના ભાવ વધારી દેતા બિલ્ડરો મૂંઝવણમાં મુકાયા, સરકાર સમક્ષ કરી આ માંગ
- IPL 2023 પહેલા ધોની અને ક્રિસ ગેલ વચ્ચે મુલાકાત થઈ, શેર કરી તસવીર
- જંત્રીનો રેટ બમણો થતા બિલ્ડર્સમાં ચિંતા, ક્રેડાઈના સભ્યો સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે કરશે મુલાકાત