GSTV
Home » News » દલિત અને મુસ્લિમ સમાજની નારાજગી દૂર કરવા ભાજપ દ્વારા થઈ રહ્યા છે આવા પ્રયત્ન

દલિત અને મુસ્લિમ સમાજની નારાજગી દૂર કરવા ભાજપ દ્વારા થઈ રહ્યા છે આવા પ્રયત્ન

લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને સરકાર હવે ડેમેજ કન્ટ્રોલ કરવા માટે પોતાના મંત્રીઓને મેદાનમાં ઉતર્યા હોય તેવું લાગી રહ્યું છે. દલિત અને મુસ્લિમ સમાજમાં નારાજગી દૂર કરવા માટે આજે જુનાગઢના ગડુમાં એક સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે હાજરી આપી હતી. અને જૂનાગઢમા દલિતો પર અત્યાચારની વાત રજૂ કરી હતી. ગુજરાતમાં દલિત અત્યાચારના કેસમાં વધારો થયો હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે ઉમેર્યું હતું કે સમાજમાં પરિવર્તન ઘણું બધું આવ્યું છે. છતાં દલિત અત્યાચારની ઘટનાઓ બની રહી છે. તેમ કહીને ઉના દલિતકાંડને યાદ કર્યો હતો.

Related posts

યસ બેંકના સ્થાપક રાણા કપૂરે સાત હજાર કરોડ રૂપિયા ગુમાવ્યા,નેટવર્થ 1.4 અબજ ડોલરથી ઘટીને 37.7 કરોડ ડોલર થઇ

Mayur

યસ બેન્કની સ્થાપના કરનાર રાણા કપુરના ડુબ્યા 7 હજાર કરોડ, 11 મહિનામાં 78 ટકા શેર તૂટ્યો

Path Shah

સુરત : હજાર કરોડનું બીલિંગ કૌભાંડ આવ્યું સામે, ચાર લોકોની કરાઇ ધરપકડ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!