રાજ્યભરમાં પેપર લીક કાંડમાં આરોપીઓના ભાજપ સાથે આવા કનેક્શન

રાજ્યભરમાં ગાજેલા પેપર લીક કૌભાંડમાં ભાજપનું કનેકશન સ્પષ્ટ થયું છે. આ કેસના 5માંથી બે મુખ્ય આરોપી ભાજપના સ્થાનિક કક્ષાએ આગળ પડતા કાર્યકર રહેલા છે. તો આજે ઝડપાયેલો મનહર પટેલનો સાથે જયેન્દ્ર રાવલ પણ ભાજપનો આગેવાન નીકળ્યો છે. આ કેસમાં પોલીસે આજે જયેન્દ્ર રાવલની ધરપકડ કરી છે. જે સાઠંબાનો ભાજપનો પૂર્વ મહામંત્રી છે. તો તેનો સાથી મનહર પટેલ બાયડ નગરપાલિકા ચૂંટણી લડી ચૂક્યો છે. આ સિવાય આ કેસનો આરોપી અને પરીક્ષાનો ઉમેદવાર હતો. તે મુકેશ ચૌધરી પણ નાંદોત્ર બેઠકનો ભાજપનો સભ્ય છે. જોકે ભાજપ હવે તેઓને પાર્ટીમાંથી હાંકી કાઢીને પોતાના બચાવમાં લાગી ગઈ છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter