GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

એક એવો સમાજ જેમાં ક્યારેય કોઇ મૃત્યુ પામતું નથી!, જાણો આ છે કારણ

દૂનિયા આખી વિવિધતાઓથી ભરેલી છે. દુનિયામા અલગ-અલગ પ્રકારના લોકો, સમાજ અને રિતરિવાજો જોવા મળતા હોય છે.

દરેક સમાજમાં લગ્નથી લઇને મૃત્યુ સુધી અલગ-અલગ રિવાજો હોય છે. અહીં અમે તમને એવા સમુદાય વિશે એક એવી જાણકારી આપવા જઇ રહ્યા છીએ જેમાં મૃતકોને ક્યારેય મૃત માનવામાં આવતા નથી!

આ વિચિત્ર પ્રકારની પરંપરા છે ઇન્ડોનેશિયાની. આ દેશના ટોરાજાન સમુદાયના લોકો દર વર્ષે પોતાનો અનોખો ત્યોહાર ‘માનીને’ ઉજવે છે.

આ ત્યોહારમાં સમુદાયના લોકો પોતાના મૃત સંબંધીઓ, પરિવારજનો તથા તેમના મૃતદેહને તેમની કબરમાંથી બહાર નીકાળવામાં આવે છે. જે બાદ તેમને સ્નાન પણ કરાવવામાં આવે છે. ત્યારબાદ તેમને નવા કપડા પહેરાવવામાં આવે છે.

આ ક્રિયા બાદ મૃતદેહને આખા ગામમાં તેનું સરઘસ નીકાળવામાં આવે છે. માની નહીં શકાય પરંતુ આ મૃતદેહો માટે સમુદાયના લોકો સિગારેટ પણ લાવતા હોય છે.

સ્થાનીય લોકોમાં એવી માન્યતા છે કે આ ઉત્સવ એક પ્રકારનો જીવનનો ઉત્સવ છે. તેના કારણે મૃતકો સાથે તમારો સારો સંબંધ સ્થાપિત થાય છે. માન્યતા છે કે જ્યારે પણ તેમણે મૃતકોનું ધ્યાન રાખે છે, ત્યારે તેમને મૃતકો તેમને આશીર્વાદ આપે છે.

જાણીને નવાઇ લાગશે કે પાછા દફનાવતા પહેલા કેટલાક લોકો પોતાના પ્રિયજનોના મૃત શરીરને ઘણા દિવસો સુધી ઘરોમાં સંભાળીને પણ રાખે છે.

આ અજીબો ગરીબ પરંપરા ત્યોહારની જેમ ઉજવવામાં આવે છે. આ ત્યોહાર મનાવવાની પાછળ એ ધારણા છે કે મૃતકોને આ પ્રકારનું સમ્માન આપવાથી તે વર્ષે સારો પાક થશે તથા સુખ-સમૃદ્ધિ મળશે.

 

Related posts

એક રહસ્ય બની ગયો છે પદ્મનાભસ્વામી મંદિરનો સાતમો દરવાજો, અત્યાર સુધી કોઈપણ ખોલી શક્યુ નથી

Ankita Trada

અડવાણીના ખાસ અને મોદીના કટ્ટર હરિફ એવા આ મુખ્યમંત્રી મોદીના મોંફાટ કરી રહ્યાં છે વખાણ, પીએમ થઈ જશે ખુશ

Karan

ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ના સીન દ્વારા આ રીતે પોલીસે સમજાવ્યુ… માસ્ક પહેરવું કેટલું જરૂરી

Arohi
Do NOT follow this link or you will be banned from the site!