GSTV

પ્રથમ ઈલેક્ટ્રીક જેટનું સફળ પરિક્ષણ, સિંગલ ચાર્જમાં 300 કિમી ઉડાન

ઈલેક્ટ્રીક જેટની વિશેષતા વિશ્વના પ્રથમ ઈલેક્ટ્રિક જેટની ડિઝાઈન બહુ જ સાધારણ છે. આ જેટમાં પ્રોપેલર લગાવવામાં આવ્યા નથી, પણ તેની જગ્યાએ આ જેટના વિંગમાં 36 ઈલેક્ટ્રિક જેટ લગાવાયા છે, જે 2 હજાર હોર્સ પાવરની શક્તિ ઉત્પન્ન કરવામાં સક્ષમ છે.

જો કે, આ જેટ તેની ક્ષમતામાંથી માત્ર 10 ટકા જ ઉડાન ભરવામાં સક્ષમ છે. આ જેટમાં ટેલ, રડર અને ગિયર બોક્સ પણ નથી અને એન્જિનમાં માત્ર એક જ મૂવિંગ પાર્ટ છે. આ જેટને પાંચ સીટર બનાવવાની કંપનીની યોજના છે. આ જેટનો ટેક્ષી કે કાર સ્વરૂપે પણ ઉપયોગ કરી શકાય છે.

આ જેટનો પાયલોટ તેમજ ડ્રોન મોડ દ્વારા પણ ઉપયોગ કરી શકાશે. આ જેટની ઓછામાં ઓછી સ્પીડ 300 કિમી પ્રતિ કલાક છે. આ જેટ સિંગલ ચાર્જથી 300 કિમી સુધીની સફર કરી શકવામાં સક્ષમ છે. આ જેટના વિંગમાં 36 ઈલેક્ટ્રિક જેટ એન્જિન લગાવવામાં આવ્યા છે, જેનાથી તે સીધુ ટેક ઓફ અને લેન્ડિંગ કરી શકે છે, ત્યાર બાદ તે આડું પણ ઉડી શકે છે.

READ ALSO

Related posts

ખતરનાક/ જ્યારે ડોક્ટરો નહી પરંતુ ખૂંખાર મગરમચ્છ કરતા હતા મહિલાનો ગર્ભપાત, ગર્ભમાં બાળકને મારવા માટે અપનાવતા હતા ડરામણી પદ્ધતિ

pratik shah

ભારતીય સેનાએ પરત મોકલ્યો લદાખમાં પકડાયેલ ‘ભૂલથી ઘુસી આવેલ’ ચીની સૈનિક

pratik shah

કામની વાત/ ફક્ત 50 રૂપિયામાં બનાવડાવો પોકેટ સાઇઝ આધાર કાર્ડ, આ રીતે ઘરે બેઠા કરો ઑર્ડર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!