GSTV
Home » News » 66 વર્ષીય ઇરાકી મહિલાના ગળામાં રહેલી લાળ ગ્રંથીમાંથી 53 પથરીઓ કાઢી ડૉક્ટરોએ રેકોર્ડ બનાવ્યો

66 વર્ષીય ઇરાકી મહિલાના ગળામાં રહેલી લાળ ગ્રંથીમાંથી 53 પથરીઓ કાઢી ડૉક્ટરોએ રેકોર્ડ બનાવ્યો

દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલના ડોક્ટર્સે 66 વર્ષીય ઇરાકી મહિલાના ગળામાં રહેલી લાળ ગ્રંથી(થૂંકની નળી)માંથી 53 પથરીઓ કાઢવાના સફળ ઓપરેશન સાથે રેકોર્ડ બનાવ્યો છે. ઇરાકની મહિલા ભોજન બાદ કે પાણી પીધા બાદ પેરોટિડ ગ્રંથીમાં થતા સતત દુખાવા અને સોજાને લઈ પીડાતી હતી. ઇરાક અને તેની આસપાસના મોટા ભાગના ડોક્ટર્સે તે મહિલાને પેરોટિડ ગ્રંથી કઢાવી નાખવાની એક પ્રક્રિયા સૂચવી હતી જેમાં ચહેરો લકવાગ્રસ્ત થઈ જાય છે અને એક ભદ્દું નિશાન રહી જાય છે. આ મહિલા સિયાલેંડોસ્કોપી નામની એક પ્રક્રિયા અંગે જાણીને ભારત આવી હતી અને સફળ ઓપરેશનને લઈ સંતુષ્ટ થઈ હતી.

આ ઓપરેશનમાં 1.3 મિમી માપવાળું સાવ નાનું એન્ડોસ્કોપ પેરોટિડ ગ્રંથીમાં નાખીને અંદર રહેલી અડચણો અંગે જાણવામાં આવે છે. ગત સપ્ટેમ્બર મહીનાના અંત દરમિયાન મહિલાના શરીરમાં કોઈ પણ જાતનો કાપો મુક્યા વગર બાસ્કેટ અને ફોસ્ફરસની મદદથી પથરીને એક-એક કરીને બહાર કાઢવામાં આવી હતી.

ડોક્ટર્સે બે કલાક સુધી ચાલેલા ઓપરેશનમાં તેની લાળ ગ્રંથીમાં ફસાયેલી પથરીઓને એક-એક કરીને બહાર કાઢી હતી. તપાસ દરમિયાન મહિલાની જમણી બાજુની પેરોટિડ નળીમાં અનેક પથ્થર હોવાનું સામે આવ્યું હતું અને સૌથી મોટો પથ્થર આશરે આઠ મિમીનો હતો અને નળીની વચ્ચે ફસાઈ ગયો હતો.

હોસ્પિટલના ઈએન્ડટી સલાહકાર વરૂણ રાયે જણાવ્યું કે, ગ્રંથી કે ત્રણ મિમી પહોળાઈ ધરાવતી નલિકાને કોઈ પણ જાતનું નુકસાન ન પહોંચે તે રીતે તમામ પથરીઓ દૂર કરવી સૌથી મોટો પડકાર હતો. સર્જરી બાદ તે મહિલાને ઘરે જવા રજા આપી દેવામાં આવી હતી અને ડોક્ટર્સે તે સંપૂર્ણપણે સ્વસ્થ હોવાના દાવા સાથે તમામ પ્રકારની ખાણી-પીણીનો આનંદ માણવા છૂટ આપી હતી.

READ ALSO

Related posts

આ છે દુનિયાની સૌથી મોંઘી વાઈન,એક બોટલની કિંમત એટલી જેટલામાં ખરીદી શકાય ઑડી કાર

Mansi Patel

શિયાળામાં કંઈ લઝીઝદાર ખાવાની ઈચ્છા થઈ છે, તો હવે ઘરે જ બનાવો રેસ્ટોરન્ટ જેવુ ‘પનીર લબાબદાર’

Ankita Trada

હવે આ સેફ્ટી ફીચર્સ વગર રસ્તા ઉપર નહી ઉતારી શકાય કાર, ગાડીની ખરીદી કરતી વખતે તમે પણ રાખો આ ધ્યાન!

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!