GSTV
Gujarat Government Advertisement

DRDOએ QRSAM એર મિસાઈલનું કર્યુ સફળ પરીક્ષણ, હવે જમીન પર રહીને આકાશમાં દુશ્મનનો કરી શકાશે સર્વનાશ

Last Updated on December 23, 2019 by Mansi Patel

સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)એ સોમવારે ક્વિક રિએક્શન સર્ફેસ એર મિસાઇલ સિસ્ટમ (QRSAM) નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ પરીક્ષણ આજે સવારે 11.45 વાગ્યે થયું હતું.

આ મિસાઇલનું પરીક્ષણ ઓડિશાના દરિયાકાંઠે આવેલા ચાંદીપુર રેન્જ પર કરવામાં આવ્યું હતું. આ મિસાઇલ જમીનથી હવામાં ચોક્કસ લક્ષ્યોને ભેદવામાં સક્ષમ છે. QRSAM સિસ્ટમ હેઠળ, સૈન્ય કાર્યવાહી હેઠળ મિસાઇલો પણ ગતિમાં રહે છે અને તેઓ દુશ્મનનાં વિમાન અથવા ડ્રોન પર નજર રાખીને તરત જ તેને નિશાન બનાવે છે.

બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું પરીક્ષણ

સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)એ પાછલા સપ્તાહે મંગળવારે (17 ડિસેમ્બર) ઓડિશાનાં તટથી બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. આ મિસાઇલ અદ્યતન સ્વદેશી ટેક્નિક સાથે લોન્ચ કરવામાં આવી હતી. આ મિસાઇલનું લક્ષ્ય એક જહાજ હતું.

આવી જ રીતે, ઓક્ટોબરમાં પણ, ભારતીય વાયુસેનાએ અંદમાન અને નિકોબાર આઇલેન્ડ્સના ત્રાક ટાપુ પરથી સપાટીથી સપાટી પરની 2 બ્રહ્મોસ મિસાઇલો છોડી હતી.

21 અને 22 ઓક્ટોબરના રોજ છોડેલી બંને મિસાઇલો નિયમિત વ્યૂહરચનાત્મક તાલીમનો ભાગ હતી. આ મિસાઇલે આશરે 300 કિમી દૂર એક નિર્ધારિત લક્ષ્યને ભેદ્યુ હતું. બંને કિસ્સાઓમાં, મિસાઇલે નિર્ધારિત લક્ષ્યને પ્રત્યક્ષ રીતે ભેદી લીધુ હતુ. આ મિસાઇલ તાલીમથી મોબાઇલ પ્લેટફોર્મ પરથી જમીનના લક્ષ્યોને સચોટ રીતે મારવાની આઈએએફની ક્ષમતામાં વધારો થયો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ભારત બાયોટેકનું મોટું નિવેદન / ‘કેન્દ્રને વધુ સમય 150 રૂપિયામાં વેક્સિન નહીં આપી શકીએ’, શું છે કારણ?

Dhruv Brahmbhatt

આજથી દેશભરમાં હોલમાર્કિંગ ફરજીયાત, વેપારીઓ અને ગ્રાહકોને થશે ફાયદો: જવેલર્સ

Pritesh Mehta

LIC અને IDBI એ લોન્ચ કર્યું ‘શગુન’ ગિફ્ટ કાર્ડ, પિન વગર જ કરી શકશો આટલાં રૂપિયા સુધીની લેણદેણ ને સાથે આ અન્ય ફાયદા

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!