GSTV

Success Tips / જો તમારામાં છે આ કુટેવ તો જીવનમાં ક્યારેય નહીં થાવ સફળ, તાત્કાલિક તેને કરો દૂર

Last Updated on July 29, 2021 by Zainul Ansari

નીતિશાસ્ત્રમાં કહેવામાં આવે છે કે કોઇ વ્યક્તિની સફળતા-નિષ્ફળતા તેની ટેવ પર નિર્ભર કરે છે. કેટલીક એવી ખરાબ ટેવ હોય છે, જે ધનપતિઓને પણ કંગાળ કરી દે છે. આવા લોકોથી સફળતા ખૂબ જ દૂર રહે છે. ચાલો જાણીએ એ કઇ ખરાબ ટેવ છે અને તેનાથી કેવી રીતે બચી શકાય છે.

દારૂનું સેવન બધુ નષ્ટ કરી દે છે

શાસ્ત્રોમાં દારૂને વસ્તુઓના પ્રદાતા તરીકે વર્ણવવામાં આવ્યું છે, એટલે કે જે બુદ્ધિનો નાશ કરે છે અને મનમાં અહંકાર આપે છે તે દારૂ. દારૂના નશામાં ડૂબી ગયેલી વ્યક્તિ કેટલી પણ કમાણી કરી લે. તેની પાસે કઇ વધતુ નથી. આવી વ્યક્તિઓ તેના પૂર્વજો દ્વારા સંચિત સંપત્તિ અને પ્રતિષ્ઠાને પણ નાશ કરે છે.

વિનાશનું કારણ જુગાર

જુગારને વિનાશનું કારણ માનવામાં આવે છે. તેનું સૌથી મોટું ઉદાહરણ મહાભારત છે. જુગારના કારણે પાંડવોએ તેમનું રાજ્ય ગુમાવવું પડ્યું. જ્યારે તમે કોઈ પણ પ્રકારની શરત, લોટરીમાં રૂપિયા લગાવો છો, તો તે જુગારનો જ એક પ્રકાર છે અને તેના દ્વારા પણ રૂપિયા નાશ પામે છે.

મનુષ્યનો પહેલો શત્રુ આળશ

નીતિશાસ્ત્ર મુજબ માણસનો પહેલો શત્રુ તેની આળસ છે. જે વ્યક્તિ કર્મને બદલે તેના શરીરને આરામ આપવામાં વ્યસ્ત છે. દેવી લક્ષ્મી હંમેશાં તેમનાથી દૂર રહે છે. જ્યારે ગરીબ વ્યક્તિ પણ પોતાના શરીરને કર્મમાં લીન કરી લે છે, ત્યારે તેની ગરીબી ઝડપથી દૂર થઈ જાય છે. તેથી જીવનમાં સફળ થવા માટે આળસ છોડી દેવું પડશે.

વધુ પડતી ઉંઘ લેતા લોકો

દિવસ દરમિયાન સુવાની આદતને શાસ્ત્રોમાં ધનનો નાશ કરાવનારો વર્ણવ્યો છે. શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ દિવસ દરમિયાન ઘણું ઉંઘ લે છે અથવા સૂઈ જાય છે. દેવી લક્ષ્મી તેમને ક્યારેય આશીર્વાદ આપતી નથી. ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં પણ સમજાવ્યું છે કે તે વ્ય્કિત ક્યારેય સફળ નથી થતો જે ઘણું ઉંઘે છે અથવા ઓછી ઉંઘ લે છે.

જરૂર કરતા વધુ ખર્ચ

જે લોકો જરૂર કરતા વધુ ખર્ચ કરવાનો શોક પાલે છે. તેઓ ક્યારેય સુખી નથી રહેતા. આ ખોટી ટેવના કારણે આવા લોકો એક દિવસ તેમની પારિવારિક સંપત્તિ ગુમાવી બેસે છે. તેના શાહી શોખના કારણે આવા લોકો ધીમે-ધીમે દેવાના શકંજા આવતા જાય છે. જેની ચુકવણી તેઓ કરી શકતા નથી. તેના કારણે તેમને સંબંધિઓ અને સમાજના લોકો સામે શરમમાં મુકાવું પડે છે.

Read Also

Related posts

શરમજનક / વેબ સિરીઝ ‘આશ્રમ 3’ની શૂટિંગ દરમિયાન બજરંદ દળનો હોબાળો, વાહનોમાં કરવામાં આવી તોડફોડ

Zainul Ansari

ઘઉંની આ બે નવી જાત છે શાનદાર, ઓછા પાણીમાં પણ થાય છે બંપર ઉત્પાદન: ગુજરાત સહિતના આ રાજ્યોમાં થશે ખેતી

Zainul Ansari

ચોંકાવનારુ: ગુનાઈત પ્રવૃતિઓ માટે કુખ્યાત પ.બંગાળના માલદા જિલ્લામાં ટીએમસી નેતાના ઘરમાં બોમ્બ બ્લાસ્ટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!