GSTV
World

Cases
2894274
Active
2168592
Recoverd
344056
Death
INDIA

Cases
77103
Active
57721
Recoverd
4021
Death

VIDEO : કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં થતી ખેતી હવે ગુજરાતના આંગણે, ખેડૂતોને થશે મોટો ફાયદો

ડીસાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જીલ્લામાં પ્રથમવાર સ્ટ્રોબેરીની સફળ ખેતી કરવામાં આવી છે. ખેતી કર્યા બાદ સ્ટ્રોબેરીના ફળો આવવાની શરૂઆત થઈ ચૂકી છે. અને આગામી દસ દિવસમાં આ ખેતીના ફળો પાકવા માંડશે અને તેનું ઉત્પાદન શરૂ થઈ જશે.

સ્ટ્રોબેરીની ખેતી આમ તો સામાન્ય રીતે ઠંડા પ્રદેશમાં થતી હોય છે. જેમ કે કશ્મીર, હિમાચલ પ્રદેશ, ખંડાલા, મહાબળેશ્વર જેવા ઉચ્ચ પ્રદેશમાં સ્ટ્રોબેરીની ખેતી કરવામાં આવે છે. સ્ટ્રોબેરીની ખેતી માટે તાપમાન ખૂબ જ ઓછું હોવું જોઇએ. પરંતુ તમે કલ્પી નહીં શકો કે ડીસા જેવા સૂકા અને રણ પ્રદેશમાં સ્ટ્રોબેરીની સફળ ખેતી કરવામાં આવી હોય.

જો કે આ વાત સાચી છે. ડીસા ખાતે આવેલા કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં આ વર્ષે સ્ટ્રોબેરીના ૧૫૦૦ છોડનું વાવેતર કરવામાં આવ્યું હતું. ત્રણ માસની સ્ટ્રોબેરીના વાવેતર માટે  ડિસેમ્બર મહિનાની પસંદગી કરવામાં આવી હતી. વાવેતર ઓર્ગેનિક અને રાસાયણિક આમ બે પદ્ધતિથી કરવામાં આવ્યું હતું. અત્યારે આ બંને પધ્ધતિથી કરવામાં આવેલા વાવેતરમાં ફળો આવવાની શરૂઆત થઈ ચૂકી છે. અને આગામી દસ દિવસમાં આ છોડ પર સ્ટ્રોબેરીનું ઉત્પાદન શરૂ થઈ જશે.

સ્ટ્રોબેરીની ડીસામાં કરવામાં આવેલી સફળ ખેતી ખરેખર કરિશ્મા સમાન છે. કારણ કે ડીસાનું હવામાન સૂકું હવામાન છે. તેમ છતાં ડીસામાં ઠંડી ખૂબ જ વધારે પડતી હોવાના લીધે સ્ટ્રોબેરીની ખેતી કરવામાં સફળતા મળી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો જે હવે રવિ સિઝનમાં પાક બદલવાનું વિચારી રહ્યા છે. તેમના માટે સ્ટ્રોબેરીની ખેતી આગામી સમયમાં ખૂબ જ સારો વિકલ્પ સાબિત થઈ શકે છે.

READ ALSO

Related posts

કપાસની ખેતી છે તો આ તમારા માટે છે સૌથી મોટા સમાચાર: ભાવ, ઉત્પાદન અને વપરાશના ગણિતો જાણો

Ankita Trada

PM-Kisan Scheme: એક સ્પેલિંગે ખેડૂતોના ડુબાડ્યા 4200 કરોડ રૂપિયા, જાણો કેવી રીતે સુધરશે

Ankita Trada

ખેડૂતો માટે ખુશખબર, આ યોજના માટે થઈ 500 કરોડની ફાળવણી

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!