IAS સિમી કરણ ઓડિશાની રહેવાસી છે. સિમી કરણની સફળતા સ્ટોરી બધાને પ્રોત્સાહિત કરવા માટે પૂરતી છે. એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડવાળી સિમી કરણના સિવિલ સર્વિસમાં આવવાની કહાની ઘણી રોચક છે . તેમને બાળપણથી સરકારી નોકરી કરવાનો નિર્ણય કર્યો હતો પરંતુ તેમના જીવનના એક ક્ષણે તેમને આ મંજિલ સુધી પહોંચાડી દીધી છે.

સિમી કરણનો અભ્યાસ ભિલાઇમાં થયો છે. તેમના પિતા ભિલાઈ સ્ટીલ પ્લાન્ટમાં કામ કરતાં હતા અને માં એક શિક્ષિકા હતી. સિમી કરણ બાળપણથી જ અભ્યાસમા હોશિયાર હતી. 12 ધોરણ પછી ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ માટે તેમને આઈઆઈટી બોમ્બેમાં એડમિશન મળ્યું હતું. ત્યાં અભ્યાસ કરવાના સમયે તેમને ઝૂંપડપટ્ટીમાં રહેનારા બાળકોને અભ્યાસ કરાવાનો મોકો મળ્યો હતો.

બોમ્બેમાં જ સિમી કરણે નક્કી કરી દીધું હતું કે મારી મંજિલ કોઈ એમએનસી નથી, પરંતુ સિવિલ સર્વિસ છે. ઝૂંપડપટ્ટીમાં રહેનારા બાળકોને જોઈને તેઓ સમજી ગયા હતા કે તેમને પોતાનું જીવન લોકોની વચ્ચે લોકોની સેવા કરતાં વિતાવવું છે. એટલા માટે તેઓ એન્જિનિયર ન બનીને યુપીએસસી પરીક્ષા (UPSC Exam)ની તૈયારી કરવા લાગી. સિમી કરણે સિલેબસને ઘણા ભાગમાં વહેંચીને સીમિત કોર્સ મટિરિયલ સાથે તૈયારી શરૂ કરી હતી

આઈઆઈટી પરીક્ષા પૂરી થયા પછી સિમી કરણે થોડા મહિના તૈયારી કરીને યુપીએસસી પરીક્ષા આપી હતી. યુપીએસસી સીએસઇ 2019માં 31માં રેંક મેળવીને સિમી કરણ આઇએએસ બની ગઈ હતી. તેઓ અસમ-મેઘાલય કેડરની છે. યુપીએસસી ટ્રેનિંગ દરમિયાન તેમને બેસ્ટ ટ્રેની ઓફિસર તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા. હાલમાં સિમી કરણ દિલ્હીમાં આસિસ્ટેંટ સેક્રેટરી તરીકે ફરજ બજાવી રહ્યા છે.
READ ALSO
- શું તમે ITR-U ફાઇલ કરવાનું ચૂકી ગયા છો ? તો તમારી પાસે છે માત્ર 2 દિવસની તક…
- લગ્નેત્તર સંબંધોને લઈને આલિયાએ પિતાને આપ્યો સાથ, લોકોએ લીધી આડે હાથ
- Ram Navami/ ભગવાન રામ પાસેથી આજે પણ આ ગુણો શીખવા જેવા છે
- હાથના કર્યા હૈયે વાગ્યા/ માસૂમના હાથમાં પકડાવી દીધી ગન, પછી જે થયું તે તમે જાતે જ જોઈ લો
- તેરી આંખોમે મેરા દિલ ખો ગયા… હસીકા દિવાના તેરા હો ગયા! બોલિવુડની હસીનાઓ ને દિલ આપી બેઠા છે આ રાજનેતાઓ